- અલ કાયદાનો નેતા ડ્રોન હુમલાથી ઢેર
- અમેરિકાએ સિક્રેટ ઓપરેશનને આ રીતે આપ્યું અંજામ
- અમેરિકી રાષ્ટ્રપતિએ મોતની કરી પુષ્ટિ
દિલ્હી:અમેરિકાએ ડ્રોન હુમલામાં અલ-કાયદાના વડા અલ-ઝવાહિરીને મારી નાખ્યો છે. અલ ઝવાહિરી ઓસામા બિન લાદેનના મૃત્યુ પછી આતંકવાદી સંગઠન અલ કાયદાનો નેતા હતો.જવાહિરી કાબુલમાં એક ઘરમાં છુપાયો હતો.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અલ-ઝવાહિરીના મોતની પુષ્ટિ કરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે,જવાહિરી 9-11 ની સાજિસમાં સામેલ હતો.આ હુમલામાં 2977 લોકોના મોત થયા હતા.દાયકાઓથી તે અમેરિકનો પર હુમલાનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે.
અહેવાલ મુજબ જવાહિરીએ કાબુલમાં શરણ લીધી હતી.અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો.અમેરિકાએ આ હુમલા માટે બે હેલફાયર મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.શનિવારે રાત્રે 9:48 કલાકે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે,જવાહિરી પર હુમલા પહેલા બાઈડેને પોતાના કેબિનેટ અને સલાહકારો સાથે કેટલાક અઠવાડિયા સુધી બેઠક કરી હતી.એટલું જ નહીં, ખાસ વાત એ છે કે આ હુમલા સમયે કાબુલમાં એકપણ અમેરિકન હાજર નહોતો.
હક્કાની તાલિબાનના વરિષ્ઠ સભ્યો આ વિસ્તારમાં જવાહિરીની હાજરીથી વાકેફ હતા.અમેરિકન અધિકારીઓએ કહ્યું કે તે દોહા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.તાલિબાને જવાહિરીની હાજરી છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.તાલિબાને પણ તેના છુપા ઠેકાણા સુધી કોઈ પહોંચી ન જાય તે માટે ખાસ ધ્યાન આપ્યું હતું.આ માટે તેના પરિવારના સભ્યોનું લોકેશન પણ બદલવામાં આવ્યું હતું. જો કે, યુએસએ સ્પષ્ટ કર્યું છે કે,આ હુમલામાં તેમના પરિવારને ન તો નિશાન બનાવવામાં આવ્યા છે કે ન તો કોઈ નુકસાન થયું છે.આટલું જ નહીં, અમેરિકાએ તાલિબાનને પણ આ મિશન વિશે માહિતી આપી ન હતી.
કોણ હતો ઝવાહિરી?
જવાહિરી 11 વર્ષથી અલ કાયદાનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે એક સમયે ઓસામા બિન લાદેનના અંગત ચિકિત્સક હતા.ઝવાહિરી ઈજિપ્તના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેના દાદા, રાબિયા અલ-ઝવાહિરી, કૈરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં ઇમામ હતા.તેમના પરદાદા અબ્દેલ રહેમાન આઝમ આરબ લીગના પ્રથમ સચિવ હતા. એટલું જ નહીં, અમેરિકા પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડના કાવતરામાં જવાહિરીએ મદદ કરી હતી. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર થયેલા હુમલા બાદ જવાહિરી છુપાઈ ગયો હતો.આ પછી, તે અફઘાનિસ્તાનના પર્વતીય તોરા બોરા ક્ષેત્રમાં અમેરિકી હુમલામાં બચી ગયો.જેમાં તેની પત્ની અને બાળકોના મોત થયા હતા.