Site icon Revoi.in

અસમમાં અલકાયદા ટેરર મોડ્યુલનો પર્દાફાશ, 12 જિહાદીઓ ઝબ્બે

Social Share

નવી દિલ્હીઃ અસમમાં અલ કાયદાના ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. પોલીસે બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસરુલ ઈસ્લામ સાથે જોડાયેલા 12 જિહાદીઓની 2 જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ બે મદરેસાઓને સીલ કરવામાં આવ્યાં હતા. મોરીગાંવના મોઈરાબારી સ્થિત મદરેસાના મુફ્તીની પણ જિહાદી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મદરેસાના હેડમાસ્ટર સહિત 8 શિક્ષકોની ધરપકડ કરીને તપાસ આરંભી છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બે ટેરર મોડ્યુઅલનો પર્દાફાશ થયો છે. જેમાં 12 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 10 બારપેટાના જાનિયાના અલગ-અલગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપીને ગુવાહાટીથી ઝડપી લેવામાં આવ્યો છે.

મોરીગાંવ જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, સોરુચોલા ગામમાં એક ખાનગી મદરેસા ચાલી રહ્યું હતું. તેના સાંચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે ગેરકાનૂની ગતિવિધી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

મુફતી મુસ્તફા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. આ મુફ્તી ઉપર અંસારુલ ઈસ્લામ રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ સબબ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ અંસારુલ ઈસ્લામ અલ કાયદા સાથે જોડાયેલુ સંગઠન છે.