Site icon Revoi.in

ઉત્તરભારતમાંથી અલ કાયદાના આતંકી મોડ્યુઅલનો પર્દાફાશ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠન અલ કાયદાથી પ્રેરિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ, આ મોડ્યુલનું નેતૃત્વ રાંચીના રહેવાસી ડો. ઈશ્તિયાક કરી રહ્યો હતો. તેઓ ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ મોડ્યુલના સભ્યોને અલગ-અલગ જગ્યાએ હથિયારોના ઉપયોગની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. રાજસ્થાનના ભિવડીમાંથી હથિયારોની તાલીમ લઈ રહેલા છ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત ઝારખંડ અને યુપીના કુલ આઠ શકમંદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. હાલમાં, વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે, આ પ્રકરણમાં અન્ય આરોપીઓની ધરપકડ થવાની શક્યતા છે. ઘણી જગ્યાએથી હથિયારો, દારૂગોળો, સાહિત્ય વગેરે મળી આવ્યા છે.

#AlQaeda #TerrorModule #NorthIndia #CounterTerrorism #SecurityAlert #IndiaSecurity