- એલમ મસ્ક ટ્વિટર પર આવતા કંપનીના શેરમાં તેજી
- એલન મસ્ક એ ડોજકોઈને પ્રિય ક્રિપ્ટો ચલણ કહ્યું
ટેસ્લાના સીઇઓ એલન મસ્ક એ તાજેતરમાં કહ્યું હતું કે તે થોડા દિવસો માટે ટ્વિટરથી બ્રેક લઈ રહ્યા છે, પરંતુ તેઓ આ નિવેદન આપ્યાના એક દિવસ બાદ જ ટ્વિટર પર પાછા ફર્યા છે. એલન મસ્કએ ટ્વિટર પર આવતીની સાથે જ એક કપંનીનું જાણે નસીબ ફેરવી નાખ્યું છે,. એલન મસ્ક એ ડોજકોઈને પ્રિય ક્રિપ્ટો ચલણ કહ્યું છે.
તેણે પોતાના ટ્વિટ સાથે એક ગ્રાફિક્સ પણ શેર કર્યો છે જેમાં તે ડોજકોઈન લોગો સાથે ઊમચી ટેકરી પર ટોપ લુકમાં ઊભેલા જોવા મળ્યા છે. એલન મસ્ક દ્વારા ટ્વિટ કરીને ડોજકોઈન લોગોને ક્રિપ્ટો કહ્યા છે. એલન મસ્ક એ ડોજકોઈનને લઈને એક કલાકમાં નવ ટ્વીટ કર્યા છે. મસ્કના આ ટ્વિટ પછી, સોશ્યલ મીડિયા કહે છે કે મસ્કને પોતાને ડોજકોઈન સીઈઓ ઘોષિત કરી દેવા જોઈએ
ઉલ્લેખનીય છે કે ડોજકોઈન એ એક ક્રિપ્ટોકરન્સી છે જે 2013 માં લોન્ચ કરવામાં આવી હતી. મસ્કના આ ટ્વિટ પછી માત્ર 45 મિનિટ બાદ જ, કંપનીના શેરના ભાવમાં લગભગ 60 ટકાનો વધારો જોવા મળ્યો છે.
સાહિન-