અલન મસ્કએ યૂઝર્સને આપી ચેતવણી – ટ્વિટર પર વેરિફાઈડ અરાઉન્ટમાંથી બ્લૂટિક દૂર કરવાની તારીખ જણાવી
- ટ્વિટર પર બ્લૂટીક ટૂક સમયમાં હટી જશે
- એલન મસ્કે પોતે ટ્વિટ કરીને માહિતી આપી
દિલ્હીઃ- જ્યારથી ટ્વિટરની માલિકી એલન મસ્કે ખરિદી છે ત્યારથી જ ટ્વિટર કોઈને કોઈ બબાતે ચર્ચામાં આવ્યું છે, એલન મસ્ક દ્રારા બ્લૂટિક માટે ચાર્જ લાગૂ કરવામાં આવ્યો છે ત્યારે હવે ટૂંક સમયમાં આ બ્લૂટિક હટી જવા અંગે એલન મસ્કે પોતે ટ્વિટ કરીને જાણકારી આપી છે.
પ્રા્પત વિગત પ્રમાણે ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ માહિતી આપી છે કે આ માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ પર વેરિફાઈડ બ્લુ ટિક ધારકોના એકાઉન્ટ કઈ તારીખથી બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે. તેમનું આ પગલું ટ્વિટરના બ્લુ ટિક યુઝર્સને નિરાશ કરી શકે છે.
ઈલોન મસ્કે એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે 20 એપ્રિલે ટ્વિટર પર લેગસી બ્લુ ટિક માર્ક એટલે કે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે. તેમના તાજેતરના ટ્વીટમાં, તેમણે કહ્યું છે કે “લેગસી બ્લુ ચેકમાર્ક 20 એપ્રિલથી દૂર કરી દેવાશેં.
Final date for removing legacy Blue checks is 4/20
— Elon Musk (@elonmusk) April 11, 2023
ટ્વિટર સતત કોઈને કોઈ બદલાવ કરી રહ્યું છે આ પહેલા બ્લૂટિકને બદલે ડોગનું સિમ્બોલ એલન મસ્ક ગદ્રારા સ્થાપિત કરવામાં આવ્યું હતું,જ્યારથી એલોન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યું છે, ત્યારથી તેણે ફેરફારો સાથે ઘણાને આશ્ચર્યચકિત કર્યા છે.
અેટલે કે હવે 20 એપ્રિલથી, બ્લુ ટિક ચેકમાર્કવાળા યૂઝર્સના એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે અને ફક્ત તે વપરાશકર્તાઓ જ તેને રાખી શકશે જે ટ્વિટર બ્લુના સભ્ય છે. જો તમે તમારા ટ્વિટર એકાઉન્ટ માટે બ્લુ ટિક જાળવી રાખવા માંગો છો, તો તમારે ટ્વિટર બ્લુની સદસ્યતા લેવી પડશે.
આ સાથે જ હવે બીજા એક સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે ટ્વિટર X Corp નામની કંપની સાથે મર્જ થઈ ગયું છે. આ વાત કેટલી સાચી છે, એલોન મસ્કના ઓફિશિયલ સ્ટેટમેન્ટ બાદ ખબર પડી શકે છે, પરંતુ એલોન મસ્કે મંગળવારે એક ટ્વીટ કર્યું જેમાં તેણે માત્ર ‘X’ લખ્યું હતું. આ પછી અટકળો ફેલાઈ હતી.