એલન મસ્ક વિરૂદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વિટર,ડીલ રદ કરવા અંગે દાખલ કરાયો કેસ
- એલન મસ્ક વિરૂદ્ધ કોર્ટ પહોંચ્યું ટ્વિટર
- ડીલ રદ કરવા અંગે દાખલ કરાયો કેસ
- જાણો શા માટે ડીલ કરી કેન્સલ
ટ્વિટરે મંગળવારે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક પર 44 બિલિયનના કરારનો ભંગ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે,તેણે ટેક ફર્મ ખરીદવા માટે હસ્તાક્ષર કર્યા હતા અને તેની બહાર નીકળવાની વ્યૂહરચના ટ્વિટર દ્વારા “પાખંડનું એક મોડેલ “તરીકે વર્ણવવામાં આવી છે. યુએસ સ્ટેટ ઑફ ડેલાવેયરમાં દાખલ કરાયેલા આ મુકદ્દમામાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે,તે અબજોપતિને ટ્વિટર ખરીદવાનો સોદો પૂર્ણ કરવા આદેશ આપે.તેના કારણે થયેલા નુકસાન માટે કોઈ આર્થિક નુકસાન ભરપાઈ કરી શકતું નથી.
વાસ્તવમાં, મસ્કનું કહેવું છે કે કંપની ટ્વિટરના ફેક એકાઉન્ટ્સની સંખ્યા વિશે પૂરતી માહિતી આપી શકી નથી, જેના કારણે તેણે ડીલ કેન્સલ કરી છે.ગયા મહિને, ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 44 અરબ ડોલરમાં ખરીદવા માટેના સોદાને મંજૂરી આપવા સર્વસંમતિથી ભલામણ કરી હતી.જોકે, મસ્કે જે ભાવે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી તેની સરખામણીમાં સોશિયલ મીડિયા કંપનીના શેરની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
એલન મસ્કે પ્રતિ શેર 54.20 ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી.ડીલ રદ થતાં ટ્વિટરના શેર પાંચ ટકા ઘટ્યા હતા. જેથી આ મામલો સીધો કોર્ટમાં પહોંચ્યો છે .