- એલન મસ્ક સામે થશે કાયદાકીય કાર્યવાહી
- ટ્વિટર ખરીદવાની ડીલ રદ કરતા કોર્ટમાં જવાની વારો આવશે
દિલ્ગી – એલન મ સ્કે 44 એરબ ડોલરની ટ્વિટર ખરીદીની ડિલ રદ કર્યા બાદ હવે તેમણે કોર્ટનો સામનો કરવો પડી શકે છે.ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કને હવે ટ્વિટર ખરીદવાના કરારને તોડવા બદલ કોર્ટમાં લઈ જવામાં આવે તો નવાઈ નહી હોય ટ્વિટરે મસ્ક સામે કેસ દાખલ કરવા માટે ન્યૂયોર્કની ટોચની લો ફર્મને આ કામ સોંપ્યું છે.
એક મીડિયા એહેવાલ પ્રમાણે માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે મસ્ક વિરુદ્ધ કોર્ટમાં દાવો દાખલ કરવા માટે ન્યૂયોર્કની અગ્રણી કાયદાકીય કંપનીઓ વોચટેલ, લિપ્ટન, રોઝન અને કેટ્ઝની પસંદગી કરી છે.હવે આ સમગ્ર મામલે ટ્વિટર આવતા અઠવાડિયે ડેલાવેરમાં મસ્ક પર દાવો કરશે. બીજી તરફ મસ્કે પણ પોતાના બચાવની પણ તૈયારી શરૂ કરી દીધી છે. તેણે લો ફર્મ ક્વિન ઈમેન્યુઅલ ઉર્કહાર્ટ એન્ડ સુલિવાન પસંદ કરી.
ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરે શનિવારે જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નિશ્ચિત કિંમત અને શરતો પર મસ્ક સાથેના સોદાને તોડવા માટે સંમત થયા છે, પરંતુ મર્જર કરારની શરતોનું પાલન કરવા બદલ મસ્ક સામે કાનૂની કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યા છે. વિશઅવાસ છે કે અમે આ કાયદાકીય લડાઈમાં જીતીશું અટલે કે કેહવાની વાતનો તાત્પર્ય સીધો છે કે હવે એલન મસ્કને કોર્ટનો સામનો કરવાનો વારો આવશે.