Site icon Revoi.in

એલન મસ્ક હવે નહી ખરીદે ટ્વિટર – 44 બિલિયન ડોલરની ડિલ રદ કરી, ટ્વિટર કેસ કરવાની તૈયારીમાં

Social Share

દિલ્હી- એલન મસ્ક વિશઅવભરમાં એક જાણીતું નામ છે.એલન મસ્ક  ટેસ્લાના સીઈઓ અને વિશ્વના સૌથી ઘનિક વ્યક્તિ છે જેઓ ટ્વિટરને ખરીદવાને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતા જો કે હવે વિતેલા દિવસને  શુક્રવારે  તેમણે જણાવ્યું હતું કે તેઓ ટ્વિટર ખરીદવા માટે તેમની 44 બિલિયન ડોલરની ડીલ સમાપ્ત કરી રહ્યા છે. મસ્કનો આરોપ છે કે સોશિયલ મીડિયા કંપની નકલી એકાઉન્ટ વિશે માહિતી આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી  છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વના  સૌથી ઘનિક  વ્યક્તિ એલન મસ્કે 25 એપ્રિલના રોજ ટ્વિટરને 54.20 બિલિયન ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી, જો કે પાછળથી 44 બિલિયન ડોલરમાં ડિલ નક્કી  કરવામાં આવી હતી. આ ડીલમાંથી ખસી ગયા બાદ ટ્વિટર હવે એલન મસ્ક પર કેસ કરવાની તૈયારીમાં જોવા મળી રહ્યું છે.

ટેસ્લા ચીફની ટીમ દ્વારા શુક્રવારે ટ્વિટરને મોકલવામાં આવેલ પત્રમાં લખ્યું કે , “મસ્ક વિલય સમજોતા ને સમાપ્ત કરી રહ્યું છે કારણ કે ટ્વિટર તે કરારની કેટલીક જોગવાઈઓનો ભંગ કરે છે.” “ટૂંકમાં, ટ્વિટરે તે માહિતી આપી નથી જે મસ્ક બે મહિનાથી તેમના પાસે માંગી રહ્યા હતા,”

ઉલ્લેખનીય છે કે ફરીથી જૂન મહિનમાં, મસ્કે મર્જર કરારનું ઉલ્લંઘન કરવાનો માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર ખુલ્લેઆમ આરોપ મૂક્યો હતો અને તેણે સ્પામ અને નકલી એકાઉન્ટ્સ પર વિનંતી કરેલ ડેટા પ્રદાન ન કરવા બદલ સોશિયલ મીડિયા કંપનીના સંપાદનને બંધ કરવાની ધમકી પણ આપી હતી.