Site icon Revoi.in

એલન મસ્કની જાહેરાત:ટ્વિટર યુઝ કરનારને ચુકવવા પડશે પૈસા

Social Share

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યા પછી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક સતત ચર્ચામાં છે.આ બધાની વચ્ચે તેણે સંકેત આપ્યા છે કે,આવનારા સમયમાં ટ્વિટરનો ફ્રીમાં ઉપયોગ નહીં થાય. તેનો ઉપયોગ કરવા માટે તમારે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે. જોકે, એલોન મસ્કએ સ્પષ્ટ કર્યું કે,તે કેઝ્યુઅલ યુઝર્સ માટે હંમેશા ફ્રી રહેશે.

એલન મસ્કે ટ્વિટ કરીને કહ્યું કે, કેઝ્યુઅલ યુઝર્સ માટે ટ્વિટર હંમેશા ફ્રી રહેશે.પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સ માટે નાની કિંમત ચૂકવવી પડી શકે છે.

આ પહેલા એલન મસ્ક મંગળવારે ન્યૂયોર્કમાં મેટ ગાલામાં પણ હાજરી આપી હતી.આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે,ટ્વિટરની સફળતામાં એક મહત્વપૂર્ણ પગલું એ હશે કે તે તેના યુઝર્સને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરી શકે છે.એટલું જ નહીં, તેણે કહ્યું હતું કે,હું ઈચ્છું છું કે,અમેરિકાનો મોટો હિસ્સો ટ્વિટર પર રહે અને સંવાદમાં વ્યસ્ત રહે.

ટ્વિટરના રિપોર્ટ અનુસાર અમેરિકામાં તેના લગભગ 40 મિલિયન ડેઈલી એક્ટિવ યુઝર્સ છે.એલન મસ્ક ઈચ્છે છે કે,અમેરિકામાં વધુ યુઝર્સ ટ્વિટરનો ઉપયોગ કરે.