એલન મસ્કનું એલાન – ડોનાલ્ડ ટ્રમ્પ પરથી પ્રતિબંધ હટાવશે ટ્વિટર
- એલન મસ્કે કરી જાહેરાત
- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને મોટી જાહેરાત
- ડોનાલ્ડ ટ્રમ્પ પરથી પ્રતિબંધ હટાવશે ટ્વિટર
દિલ્હી:ટ્વિટરના માલિક એલન મસ્કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને મોટી જાહેરાત કરી છે.મસ્કે મંગળવારે કહ્યું કે,તે ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પરનો પ્રતિબંધ હટાવી લેશે.જો કે, ગયા મહિને ટ્રમ્પને ટાંકીને એક નિવેદન આવ્યું હતું કે,જો એકાઉન્ટ પરથી પ્રતિબંધ હટાવવામાં આવશે તો પણ તેઓ ટ્વિટર પર પાછા નહીં ફરે.ટ્રમ્પે કહ્યું હતું કે હવે તેઓ તેમના ટ્રુથ સોશિયલનો જ ઉપયોગ કરશે.
મસ્કે કહ્યું કે,ટ્રમ્પના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં ટ્વિટર સંપૂર્ણપણે મૂર્ખ છે. પ્રતિબંધ માટે ખૂબ નક્કર કારણો હોવા જોઈએ. મસ્કે કહ્યું કે,હું ટ્વિટરના નિર્ણયને પલટાવવા જઈ રહ્યો છું.તેઓ મંગળવારે એક કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે,દરેક વ્યક્તિ ટ્વિટર પર પોતાનો અભિપ્રાય આપી શકે છે. ટ્રમ્પને સાઇટ પરથી હટાવવાથી તેમનો અવાજ સમાપ્ત થયો નથી. આ નૈતિક રીતે ખોટું અને સંપૂર્ણપણે મૂર્ખ છે.કોઈના પર કાયમી પ્રતિબંધ લાદવો જોઈએ નહીં.
ગયા વર્ષે અમેરિકામાં થયેલી હિંસા બાદ ટ્રમ્પ પર ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ખરેખર,એલન મસ્કના ટ્વિટરને ખરીદ્યા પછી, અમેરિકામાં રિપબ્લિકન તરફથી ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પરથી પ્રતિબંધ હટાવવાની માંગ થઈ રહી છે.