- એલન મસ્કની કંપનીની બ્રોડબેન્ડ સર્વિસ
- ભારતમાં શરૂ થશે આ કંપની
- ગ્રામીણ વિસ્તારોને ફાયદાની સંભાવના
વિશ્વમાં અમીર લોકોની યાદીમાં આવતા એલન મસ્કની કંપની ભારતમાં બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની છે. જાણકારી અનુસાર SpaceX ની સેટેલાઇટ બ્રોડબેન્ડના કારોબાર વાળો ડીવીઝન સ્ટારલિંકની યોજના ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓનો પ્લાન તૈયાર કરી રહ્યો છે. કંપની આ સર્વિસ ડિસેમ્બર 2022થી શરૂ થવાની સંભવાના છે અને હાલમાં બે લાખ સક્રિય ટર્મિનલ માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે.
આ ઉપરાંત તે પણ કહેવામાં આવ્યું છે કે ઓફિસમાં પ્રથમ દિવસે કંપનીને ભારતમાં 5,000 પ્રી-ઓર્ડર મળી ચૂક્યા છે અને બ્રોડબેન્ડ સેવાઓ આપવા માટે કંપની ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા માટે તૈયાર છે. આ જાણકારી સ્ટારલિંક ખાતે ભારતના ડિરેક્ટર સંજય ભાર્ગવે LinkedIn પોસ્ટમાં જણાવી છે.
ભાર્ગવે વધુમાં કહ્યું કે તેમનું લક્ષ્ય ડિસેમ્બર 2022 સુધીમાં ભારતમાં બે લાખ ટર્મિનલ ઉપલબ્ધ કરાવવાનું છે.સ્ટારલિંક ગ્રાહકોને પ્રાયોરીટી લીસ્ટનો ભાગ બનવા માટે 99 ડોલર અથવા 7,350 રૂપિયાની ડિપોઝિટ લઈ રહી છે. એકવાર સેવા સક્રિય થયા પછી પ્રી-ઓર્ડર ડિપોઝિટ માસિક ફી સામે ગોઠવવામાં આવશે. લોકો રિફંડ પણ લઈ શકે છે, પરંતુ તેઓ તેમની પ્રાથમિકતાની સ્થિતિ પણ ગુમાવશે.
એક પ્રી-ઓર્ડરની નોટમાં, સ્ટારલિન્કે કહ્યું કે તેની સેવા ઘણા દેશોમાં ઉપલબ્ધ છે અને જો તેને ભારત તરફથી મોટી સંખ્યામાં પ્રી-ઓર્ડર મળે છે તો સરકારની મંજૂરી મેળવવી તેના માટે સરળ રહેશે.