Site icon Revoi.in

એલન મસ્કની ટ્વિટર ડીલને લાગ્યું ‘ગ્રહણ’,આ છે મોટું કારણ   

Social Share

દિલ્હી:Tesla ના ચીફ એલન મસ્કએ ​​જણાવ્યું હતું કે,તેની $44-billion ની  ટ્વિટર ખરીદવા માટેની ડીલને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે. એલન મસ્કે કહ્યું છે કે,સ્પામ અને નકલી એકાઉન્ટના મુદ્દે ડીલ અટકી ગઈ છે.

એલન મસ્કે ટ્વિટ કર્યું, “ટ્વિટર ડીલ અસ્થાયી રૂપે હોલ્ડ પર રાખવામાં આવી છે, કારણ કે સ્પામ અથવા ખોટા એકાઉન્ટ્સની ગણતરી માટેના આંકડા જે વપરાશકર્તાઓના 5% કરતા ઓછા હોવા જોઈએ, હજુ સુધી મળ્યા નથી.”

 

ગયા મહિને સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાની જાતને એલન મસ્કને $44 બિલિયનમાં વેચવાનો નિર્ણય કર્યો.