ભાવનગરઃ જિલ્લામાં સૌથી વધુ રોજગારી આપતા અલંગનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. જેમાં શિપ રીસાયકલિંગ સેન્ટરોમાં ગ્રીન શિપ રીસાયકલિંગ અને સલામત-પર્યાવરણને અનુકુળ શિપબ્રેકિંગને વિકસાવવા માટે સિંગાપુર અને જર્મની દ્વારા જોડાણ કરવામાં આવ્યુ છે. જર્મનીની જીએસઆર દ્વારા વર્ષ-2015માં હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબનો શિપબ્રેકિંગ પ્લોટ નં.19 અપગ્રેડ કરવામાં ખૂબ જ મદદ કરી હતી અને તે વર્ષે જ અલંગમાં અન્ય 5 પ્લોટ પણ ગ્રીન શિપ રીસાયકલિંગની જરૂરીયાતો મુજબના અપગ્રેડ કરાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સિંગાપોર સ્થિત શિપ કેશબાયર વિરાના શિપિંગ કોર્પોરેશન અને જર્મન શિપ નિષ્ણાત જીએસઆર દ્વારા સલામત અને પર્યાવરણને અનુકૂળ શિપ રિસાયક્લિંગ ઉકેલો પૂરા પાડવા માટે જોડાણ કર્યું છે. જેનો સીધો લાભ અલંગ શિપબ્રેકિંગ યાર્ડને થવાનો છે. જહાજના માલિકોને સંપૂર્ણ સેવા પેકેજ આપવાનું આ પગલું આવે છે, કારણ કે ઉદ્યોગોની કાર્યવાહી માટે જવાબદારી માત્ર ગ્રાહકો દ્વારા જ નહીં પણ બેન્કો અને રોકાણકારો દ્વારા પણ વધુને વધુ માંગવામાં આવે છે. સિંગાપુર-જર્મનીના જોડાણ અંગે અગ્રણીએ જણાવ્યું હતું કે,તેની પાસે દરિયાઇ સંપત્તિના સંપૂર્ણ સુસંગત રિસાયક્લિંગ પ્રાપ્ત કરવા અને જોખમી સામગ્રી ના ઇન્વેન્ટરીના ડેવલોપમેન્ટ, અનુરૂપ અનુપાલન ખ્યાલો, શ્રેષ્ઠ યોગ્ય શિપ રિસાયક્લિંગ સુવિધાની ઓળખ, આયોજન સહિતના નાણાકીય અને કરારના પાસાઓને આવરી લેવા માટે કોસ્ટ્યુમાઇઝ્ડ સેવાઓ છે. બંને કંપનીઓ વિશ્વભરમાં વિવિધ જહાજ રિસાયક્લિંગ સુવિધાઓ સાથે કામ કરવા માટે પણ પ્રયત્ન કરશે જેથી સુનિશ્ચિત કરી શકાય કે જીએસઆર સેવાઓનો અનુભવ સલામત અને પર્યાવરણીય રીતે યોગ્ય જહાજ રિસાયક્લિંગ પ્રથાઓને ઉચ્ચતમ ધોરણો સુધી પહોંચાડવા માટે વહેંચાયેલ છે. જે જહાજને તેની અંતિમ સફર માટે મોકલવાનું હોય તેની તમામ ઇન્વેન્ટરી સાથે જહાજના ક્યા ક્યા ભાગમાં શું-શું જોખમી કચરો સામેલ છે, અને તેના નિકાલ માટે શું થઇ શકે તેની ઇન્વેન્ટરી જહાજ વેચતી વખતે જ સુપરત કરવામાં આવે તેવી વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે.
અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ સતત અપગ્રેડેશનની દિશામાં આગળ ધપી રહ્યું છે. સિંગાપુરની વિરાના કંપની અને જર્મનીની જીએસઆર કંપની સાથે મળીને અલંગમાં સલામત અને પર્યાવરણની દ્રષ્ટિએ સલામત શિપ રીસાયકલિંગ માટે આગળ આવ્યા છે. અગ્રણી શિપબ્રેકરોના જણાવ્યા પ્રમાણે આ જોડાણને કારણે શિપના જે માલીકો અલંગમાં જહાજ ભાંગવા માટે મોકલતા અચકાય છે તેમાં વિશ્વાસનું વાતાવરણ ઉભુ થશે, તૂર્કિં જેવા હરિફ દેશોની સરખામણીએ સારા જહાજ અલંગમાં પણ આવવાનું શરૂ થઇ શકે છે.