પટનાઃ બિહારમાં દારૂબંધની કડક અમલવારી માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં બ્રેથ એનલાઈઝરમાં ફૂંકી માર્યા પછી, તેનો રિપોર્ટ તૈયાર કરવાનું એકલા તપાસ સ્ટાફ પર છોડવામાં આવશે નહીં. બ્રેથ એનલાઈઝર રિપોર્ટ ઓનલાઈન મોકલશે. આની સાથે જ એ જાણી શકાશે કે ચોક્કસ સ્થળે ચાલી રહેલી તપાસમાં કઇ વ્યક્તિએ દારૂ પીધો હતો અને કોણે નથી પીધો તે જાણી શકાશે.
બ્રેથ એનાલાઈઝરના આ રીયલ ટાઈમ રીપોર્ટીંગથી રીપોર્ટને પાછળથી આવરી લેવાનું શક્ય બનશે નહી. આબકારી અને નશાબંધી વિભાગ આ માટે તૈયારી કરી રહ્યું છે. સરકાર બ્રેથ એનાલાઈઝરને ઓનલાઈન ડેશ બોર્ડ સાથે જોડવાની યોજના બની રહી છે. તેના દ્વારા આબકારી અને નશાબંધી વિભાગ ડેશબોર્ડ પર ક્ષણે ક્ષણે ડેટા અપડેટ કરી શકશે. જીપીઆરએસ સિસ્ટમ સાથે બ્રેથ એનાલાઈઝરને કનેક્ટ કરીને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવશે. જ્યાં ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી ત્યાં ડેટા મશીનમાં જ સંગ્રહિત થશે. આ પછી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થતાં જ ડેટા ડેશબોર્ડ પર અપલોડ થઈ જશે. તેના દ્વારા આગળની કાર્યવાહીનું મોનિટરિંગ પણ શક્ય બનશે. બ્રેથ એનાલાઈઝરમાં માત્ર અક્ષાંશ અને રેખાંશ દર્શાવવાની સુવિધા છે. નવી સિસ્ટમથી રિપોર્ટિંગમાં આવતી ભૂલ ઘણી હદે ઓછી થઈ જશે. આનાથી પોલીસ કર્મચારીઓ પર નજર રાખવામાં પણ સરળતા રહેશે. આ માટે આબકારી વિભાગ દ્વારા ડેશ બોર્ડ બનાવવા માટે ટેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યા છે.