- જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો
- ઈઝરાયલે ભારતના પગલાનું કર્યું હતું સમર્થન
- ભારતમાં ઈઝરાયલીઓ અલકાયદા-આઈએસના નિશાના પર
ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સાવચેત કરતા શક્યતા વ્યક્ત કરી છે કે અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ઈઝરાયલી સમુદાયને આતંકવાદી હુમલાનું નિશાન બનાવે તેવી શક્યતા છે. આ સમયગાળામાં ઈઝરાયલી સમુદાયના લોકો ધાર્મિક અને સામાજીક કારણોથી મોટી સંખ્યામાં એકત્રિત થઈને આયોજનોનો આનંદ લેતા હોય છે. આના સંદર્ભે ઈનપુટ્સ પ્રાપ્ત થયા બાદ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આ રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે કે જ્યાં ઈઝરાયલી સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે કે આવનજાવન કરવાના છે.
સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસમાં યહુદી સમુદાય સાથે જોડાયેલા ત્રણ મોટા તહેવારો આવે છે. તેની શરૂઆત યહુદીઓના નવ વર્ષ રોશ હશાનાથી થાય છે, જેને 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી મનાવવામાં આવે છે. તેના પછી યહુદીઓના સૌથી પવિત્ર દિવસ યોમ કિપૂર 8 અને 9 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. ત્રીજો યહુદી તહેવાર સુકૌત છે અને તેને 13 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર દરમિયાન માનવવામાં આવે છે.
વિદેશી ગુપ્તચર એજન્સીઓએ એવા ઈનપુટ દેશની જાસૂસી સંસ્થાઓ સાથે શેયર કર્યા છે કે અલકાયદા અને આઈએસ સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનો આ દરમિયાન નવી દિલ્હી ખાતે ઈઝરાયલી દૂતાવસ પર મોટો આતંકી હુમલો કરે તેવી શક્યતા છે. તેના સિવાય આતંકવાદીઓના નિશાના પર એવી સ્કૂલો અને હોટલ પણ છે, જ્યાં ઈઝરાયલી લોકો મોટી સંખ્યામાં આવનજાવન કરે છે. આ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરમાંથી કલમ-370ના હટાવાયા બાદ ભારતનું ઈઝરાયલ દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું. તેના પછી આતંકવાદી સંગઠન આનો બદલો લેવા માટે આવા ષડયંત્ર રચી રહ્યા છે.
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પર્વ-તહેવારને કારણે ઈઝરાયલી સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને આનો આનંદ ઉઠાવતા હોય છે. તેના માટે તેઓ એ સ્થાનો પર મોટી સંખ્યામાં એકત્રિત થાય છે, જે ઈઝરાયલી લોકો માટે ધાર્મિક અથવા સામાજીક દ્રષ્ટિએ મહત્વના હોય છે. તેવામાં ઈઝરાયલી દૂતાવાસ સહીત યહુદીઓના ધાર્મિક સ્થળ, સ્કૂલ, રેસ્ટોરન્ટ અને હોટલ આતંકવાદીઓના નિશાના પર છે. આમ આતંકવાદી હુમલાથી જોડાયેલી માહિતીઓને વૈશ્વક ગુપ્તચર સંસ્થાઓએ સ્થાનિક ગુપ્તચર સંસ્થાઓ સાથે શેયર કરી છે. તેના પછી આગામચેતીના પગલા હેઠળ છાબર હાઉસ સહીદ દૂતાવાસ અને અન્ય ઈઝરાયલી સ્થાનોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.