- તમિલનાડુમાં વરસાદની ચેતવણી
- અનેક જીલ્લાઓમાં શાળા કોલેજ બંધ રાખવામાં આવી
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ચોમાસા બાદ પણ કમોસમી વરસાદનું ઘણી જગ્યાએ આગમન જોવા મળી રહ્યું છે,ત્યારે હાલ પણ તમિલનાડુ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ મામલે હવામાન વિભાગે તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
વરસાદની આગાહીને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે અને સરકારે 22 જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જાન-માલનું નુકસાન ન થાય, તેને ધ્યાનમાં આ મામલે સરકારે આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને ગુરુવારના રોજ ભારે વરસાજને લઈને મદુરાઈ શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અહીંના જિલ્લા કલેક્ટરે ગઈકાલે જ મદુરાઈની શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી
.ઉલ્લેખનીય છે કે કેટલાક રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે બદલતા હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, બે દિવસ પહેલા, આઈએમડી એ પુડુકોટ્ટઈ, રામનાથપુરમ, ટૂથુકુડી, શિવગંગા, મદુરાઈ, થેની, ડીંદુગલ, તિરુચિરાપલ્લી, તંજાવુર, તિરુવરુર, નાગપટ્ટિનમ અને માયલાદુથુરાઈ જિલ્લામાં એક અથવા બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.વરસાદની આગાહીને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે,