Site icon Revoi.in

યુપીમાં ભારે વરસાદનો કહેર, અનેક જીલ્લાઓમાં અપાયું એલર્ટ – અનેક જગ્યાએ શાળાઓ બંધ

Social Share

વખનૌઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ભઆરે વરસાદ વરસદી રહ્યો છે એક તરફ ચોમાસાની વિદાય છે તો બીજી તરફ વરસદા બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અનેક રાજ્યોમાં વરસાદી વાતાવરણ જોવા મળે છે ત્યારે ઉત્તરપ્રદેશમાં વારસદાને લઈને 24 જીલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

યુપીના લખનૌ, મેરઠ, અલીગઢ, હાથરસ, મથુરા, કાંશીરામનગર સહિત 40 થી વધુ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. મેરઠ અને અલીગઢમાં ભારે વરસાદ નોંધાયો છે  અહીં 48 મીમીથી વધુ વરસાદ પડી ચૂક્યો  છે.

અહી પડી રહેલા સતત વરસાદના કારણે આજથી સ્કુલો પણ બંધ કરવાનો નિર્યણ લેવાયો છે.ખાસ કરીને લખનૌ અને ગાઝિયાબાદ સહિત ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ગાઝિયાબાદ જિલ્લા પ્રશાસને અવિરત વરસાદને કારણે સોમવારે શાળા બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. તે જ સમયે, લખનૌ જિલ્લા પ્રશાસને પણ સોમવારે શાળા બંધ રાખવાની જાહેરાત કરી છે.

વિતેલા દિવસને રવિવારે રાજ્યભરમાં પૂર અને વરસાદ સહિતની અનેક ઘટનાઓમાં 34 લોકોના મોત થયા હોવાનો પણ એહવાલ સામે આવ્યા છે. પૂરનો ખતરો હજુ ઘણા જિલ્લાઓમાં છે. આ આશંકાને જોતા સરકાર દ્વારા લખનૌ સહિત 45 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  હવામાન વિભાગે રવિવારે ફરીથી ઘણા જિલ્લાઓ માટે ચેતવણી જારી કરી છે.જેમાં મુરાદાબાદ, રામપુર, બરેલી અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે જ આજે અને કાલે આમ બે દિવસ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.