આજે 6 ડિસેમ્બર બાબરી ધ્વંસની વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યા,કાશી અને મથુરામાં એલર્ટ, સુરક્ષા બંદોબસ્ત વધારાયો
- આજે 6 ડિસેમ્બર બાબરી ધ્વંસની વર્ષગાઠ
- સમગ્ર વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારાયો
લખનૌઃ આજે 6 ડિસેમ્બર એટલે કે બાબરી ધ્વંસની વર્ષગાઠ,બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડવાની વર્ષગાંઠ છે. બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવામાં આવી હતી. આ બાબતે ઘણો વિવાદ પણ સર્જાયો હતોવર્ષો વિતી ગયા હોવા છત્તા આજે આ દિવસ પર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અધિક પોલીસ મહાનિર્દેશક, કાયદા અને વ્યવસ્થા, પ્રશાંત કુમારે તમામ જિલ્લાના અધિકારીઓને આ અંગે સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યા છે.તેમણે કહ્યું કે ત્રણ ધાર્મિક શહેરો અયોધ્યા, મથુરા અને કાશીમાં વિશેષ તકેદારી ના પગલામાં લેવામાં આવી રહ્યા છે.પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ વિસ્તારોમાં સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓને અનેક જગ્યાઓ પર ભ્રમણ કરવા માટે કહેવામાં આવ્યું છે. વરિષ્ઠ અધિકારીઓ મુખ્ય જિલ્લાઓમાં કેમ્પ કરી રહ્યા છે. આ સિવાય અન્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા માટે 150 કંપની PAC અને 6 કંપની કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
આજના આ દિવસની સુરક્ષાને લઈને પોલીસ અધિકારીઓ એ જણાવ્યું હતું કે અડધો ડઝન સંસ્થાઓએ વિવિધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ પોલીસ અધિકારીઓ સાથેની વાતચીત બાદ તમામ સંગઠનોએ તેમના કોલ પાછા ખેંચી લીધા હતા. પ્રશાંત કુમારે કહ્યું કે સરકારના નિર્દેશો અનુસાર પરંપરાની બહાર કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવા દેવામાં આવશે નહીં.
પોલીસના જણાવ્યા પ્રમાણે આજના દિવસે તેઓ કોી પ મજોખમને નજર અંદાજ કરવા માંગતા નથી,નાનામાં નાની ભૂલની પણ અવગણના કરવામાં આવશે નહી,એટલા માટે પોલીસની તૈનાતી આ વિસ્તારોમાં વધારવામાં આવી છે.