- આલિયા અને શાહરુખ ફિલ્મ ડાર્લિન્ગ્સ માં કર્યુ સાથે
- આલિયા ભટ્ટ આ ફિલ્મથી પ્રોડ્યુસ તરીકે ડેબ્યૂ કરશે
- કિંગખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનશે ફિલ્મ
- ફિલ્મે રિલીઝ પહેલા કરી 80 કરોડની કમાણી
મુંબઈઃ- બોલિવૂડના કિંગખાન એવા શાહુખ ખાન અ્ને આલિયા ભટ્ટની ફિલ્મ ડિયર જીંદગીએ દર્શકોના દિલ જીત્યા હતા આ જોડી ખૂબ વખાણાય હતી ત્યારે હવે ફરીથી આલિયા-શાહરુખની જોડી રંગ જમાવા તૈયાર છે.ત્યારે ઘણા લોંગ ટાઈમ બાદ આ સુપરહિટ જોડી કમબેક કરવા જઈ રહી છે.
શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ ફરી એકવાર ફિલ્મ ડાર્લિંગમાં સાથે કામ કરતા જોવા મળશે. જો કે બંને સ્ક્રીન પર નહીં પણ ઑફ સ્ક્રીન સાથે જોવા મળશે. આ ન્યૂઝ પછી ફિલ્મ હેડલાઇન્સમાં રહી છે અને હવે રિપોર્ટ મળી રહ્યો છે કે રિલીઝ પહેલા જ મેકર્સે આ ફિલ્મ દ્વારા 80 કરોડની કમાણી કરી લીધી છે.
આલિયા ભટ્ટ હાલમાં તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના પપ્રોડક્શનમાં વ્યસ્ત છે અને ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ દ્વારા નિર્માતા તરીકે તે ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનશે અને હવે એક લેટેસ્ટ રિપોર્ટની જો માનીએ તો, મેકર્સ આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે.
ફિલ્મ ડાર્લિંગ્સ નેટફ્લિક્સ પર થશે રિલીઝ- 80 કરોડની કરી લીઘી કમાણી
ફિલ્મ ‘ડાર્લિંગ’માં આલિયા ભટ્ટ, શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુઝ મેઈન રોલ પ્લે કરતા નજરે પડશે,એક મીડિયા એહવાલ મુજબ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ આ ફિલ્મને સિલ્વર સ્ક્રીનને બદલે નેટફ્લિક્સ પર રિલીઝ કરશે. આ એક ડાર્ક કોમેડી ફિલ્મ હશે અને અનેક OTT પ્લેટફોર્મ્સ સાથે વાત કર્યા બાદ મેકર્સે ફિલ્મને Netflix પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.ફિલ્મનું નિર્દેશન જસમીત રીન દ્વારા કરવામાં આવ્યું હતું ,આ ફિલ્મ માતા-પુત્રીના સંબંધની કહાનિ પર આધારિત હશે. આ ફિલ્મમાં શેફાલી શાહ આલિયા ભટ્ટની માતાની ભૂમિકામાં જોવા મળશે.