વોશિંગ્ટન: એલિયન ધરતી પર આવી ચુક્યા છે? શું એલિયનની પાસે મહાશક્તિ છે અને તે આપણી ધરતીની યાત્રા કરીને પાછા પોતાની દુનિયામાં જઈ ચુક્યા છે? આ પ્રકારે ઘણાં સવાલોનો જવાબ આપતા અમેરિકાએ તાજેતરમાં અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ એટલે કે યુએફઓ પર રિપોર્ટ જાહેર કર્યો છે. આ પ્રકારે અટકળો લગાવે છે કે એલિયનની પાસે એવી અલૌકિક તકનીક અર્થાત મહાશક્તિ હોઈ શકે છે, જે કદાચ ધરતી પર રહેલા માણસ પાસે નથી.
અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્યમથક પેન્ટાગનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દ્વિતિય વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદથી અમેરિકાની સરકારની તપાસમાં અલૌકિક તકનીકના કોઈ પુરાવા મળ્યા નથી. તેમા કહેવામાં આવે છે કે મોટાભાગે જોવામાં આવેલી સામાન્ય વસ્તુઓ અને ઘટનાઓની ખોટી ઓળખ કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આકાશમાં દેખાતી કેટલીક ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેવામાં અલૌકિક તકનીકનો કોઈ હાથ નથી.
શુક્રવારે જાહેર કરવામાં આવેલો રિપોર્ટ પેન્ટાગનની 2022ની ઘોષણા પર આધારીત છે. આ વર્ષ અમેરિકાએ ઓલ ડોમેન એનોમલી રિઝોલ્યૂશન ઓફિસ (એએઆરઓ)ની સ્થાપના કરી હતી. આ હવા, સમુદ્ર, અંતરીક્ષ અને જમીન પર અજ્ઞાત ઉડાણ વસ્તુઓ (યુએફઓ) અને અન્ય ઘટનાઓની તપાસ કરે છે. અત્યારે પેન્ટાગનએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે એએઆરઓને એવા કોઈ પુરાવા મળ્યા નથી, જેનાથી એ સ્થાપિત કરી શકાય કે એલિયન્સે પૃથ્વીની મુલાકાત કરી છે અથવા અહીં તેમનું ક્રેશ લેન્ડિંગ થયું. એઆરઆરઓએ 1945થી અજ્ઞાત વિસંગતિપૂર્ણ ઘટના (યુપીએ) સાથે સંબંધિત સરકારના ઐતિહાસિક રેકોર્ડનું વિવરણ આપતા અમેરિકાની સંસદમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે.
રિપોર્ટની સમરીમાં કહેવામાં આવ્યું છે કે એએઆરઓને એ વાતનો કોઈ પુરાવો મળ્યો નથી કે જેનાથી એ નક્કી કરી શકાય કે ધરતી પર કોઈ અલૌકિક તકનીનો ઉપયોગ કરવામાં આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કે ઘણાં યુએપી રિપોર્ટ વણઉકેલ્યા અને અજ્ઞાત છે. તેવામાં એએઆરઓનું માનવું છે કે જો વધુમાં વધુ ગુણવત્તા સભર ડેટા ઉપલબ્ધ હોય છે, તો તેમાથી મોટાભાગના મામલાઓને સામાન્ય વસ્તુઓ અથવા ગઠનાઓ તરીકે ઓળખવી અને ઉકેલી શકાય તેમ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1945 બાદથી સરકારે ઘણી વસ્તુઓ માટે નાણાં ખર્ચ કર્યા છે. તેના હેઠળ આ જાણવાની જવાબદારી સોંપવામાં આવી હતી કે શું યુએપી ફ્લાઈટ સુરક્ષા માટે જોખમી છે અથવા અન્ય દેશોએ અમેરિકાથી વધુ લાંબી તકનીકી છલાંગ લગાવી છે, વગેરે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બહારી દુનિયામાં સતત આ કહાની ચાલી રહી છે કે સરકાર, અથવા તેની અંદર એક ગુપ્ત સંગઠન છે જણે અન્ય દુનિયાના અંતરિક્ષ યાન અને અલૌકીક જૈવિક અવશેષ બરબાદ કર્યા છે અને તે ટેક્નોલોજીને પ્રાપ્ત કરવા માટે કાર્યક્રમ સંચાલિત કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણાં લોકો આ વાતને માને છે. તેણે કહ્યુ છે કે તેને આજ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી, જેનાથી એ કહી શકાય કે કોઈ અલૌકિક તકનીક બહારની દુનિયામાંથી આવી છે.