દિલ્હીઃ ભારત આ વર્ષ દરમિયાન જી 20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ શ્રેણીમાં 9 અને 10 તારીખએ રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે દિલ્હીમાં અનેક પ્રતિબંઘો લાદવામાં આવ્યા છે તો શાળા કોલેજો સહીત કેન્દ્રીય કાર્યાલયો પણ 3 દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ બબાતે દિલ્હી સરકાર દ્રારા આદેશ જારી કરીને સૂચનાઓ પણ આપવામાં આવી છે.
દિલ્હીમાં જી 20 સમિટ યોજાવા જઈ રહી છે તે પહેલા કેન્દ્ર સરકાર સંપૂર્ણ કાળજી લઈ રહી છે જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને. એટલા માટે કેન્દ્ર સરકારે 8 થી 10 સપ્ટેમ્બર સુધી કેન્દ્રીય કાર્યાલય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે G-20 સમિટ પહેલા કોઈપણ વિક્ષેપજનક ઘટનાઓને રોકવા માટે મંગળવારે કેટલીક સરકારી કચેરીઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. કર્મચારી મંત્રાલયે કહ્યું કે 8 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 9 વાગ્યાથી આ બિલ્ડિંગોને ખાલી કરવી જરૂરી છે, જેથી નિયમિત તપાસ પૂર્ણ થયા બાદ તેમના રૂમને સીલ કરી શકાય. જી-20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે જેને લઈને ટ્રાફિક પોલીસ દ્રાર પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે લોકોને વઘુ મુસાફરીમાટે મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું કે જી-20 સમિટ-2023 દરમિયાન ફૂલ-પ્રૂફ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે, સમિટની શરૂઆત પહેલા કરારમાં ઉલ્લેખિત ઇમારતોમાં હિંસક ઘટનાઓને રોકવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. જે ઈમારતો અને ઓફિસોને બંધ કરવાની છે તેમાં સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન, દૂરદર્શન ટાવર-1, દૂરદર્શન ટાવર-2, ભારત સંચાર ભવન, ચૂંટણી પંચનું કાર્યાલય, વિદેશ મંત્રાલયની ઓફિસ, ઈન્ડિયા ગેટ અને પટિયાલા હાઉસ કોર્ટ,કેજી માર્ગ, હસ્તકલા મ્યુઝિયમ, રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રનો સમાવેશ થાય છે. ,