- રાજ્યમાં કોરોનાની નવી ગાઇડલાઇન જારી
- તમામ પ્રતિબંધો હટાવી લેવાયા
- જો કે જાહેર સ્થળ પર માસ્ક પહેરવું ફરજિયાત
અમદાવાદ- દેશભરમાં કોરોનાના કેસો હળવા થતાની સાથે જ અનેક પ્રતિબંધો પર હટાવી લેવામાં આવ્યા છે આ સાથે જ રાત્રિ કર્ફ્યૂ પણ સમગ્ર ગુજરાતભરમાંથી હટાવી લેવાયું છે, ગુજરાત સરકારે હવે કોરોનાને લઈને નવી ગાઈડ રજૂ કરી છે, જે પ્રમાણે હવેથી લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદીત સંખ્યા રાખવામાં આવી નથી.
આ સાથે જ હવે આ નવી ગાઈડલાઈન31 માર્ચ સુધી અમલમાં રહેશે.બીજી તરફ જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિ સમિક્ષા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.જો કે કામના સ્થળે, જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત પહેરવાનુંકહેવામાં આવ્યું છે.
આ સાથે જ સાર્વજનિક સ્થળોએ થૂંકવા પર પ્રવર્તમાન કાયદા મુજબ દંડની સાથે શિક્ષાને પાત્ર થશે.હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા શરુ રાખવામાં આવી છે ,ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ખૂબ જ ઓછા કેસો નોઁધાી રહ્યા છે જેને લઈને હવે કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંધોમાં છૂટ આપી દેવાઈ છે.