ઉત્તરપ્રદેશના તમામ જીલ્લાઓ લોકડાઉન મુક્ત બન્યાઃ- સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ
- ઉત્તરપ્રદેશમાંથી લોકડાઉન ટહાવાયું
- સાંજે 7થી સવારે સાથે કર્ફ્યૂ લાગૂ
લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોના સંક્રમણથી રાહત મળી રહી છે, કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ખટાડો નોંધાઈ રહ્યો છે, જેમાં ઉત્તરપ્રદેશ રાજ્યમાં પણ કોરોનાની બીજી લહેર નબળી પડેલી જોઈ શકાય છે, , અહીં કેસો ઘટતા જોવા મળી રહ્યો છે.આ રાહતના સમાચાર વચ્ચે રાજ્યના તમામ 75 જિલ્લાઓને કોરોના લોકડીઉનછી મુક્ત કરવામાં આવ્યા છે.
આ સાથે જ બુધવારે સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં બજારો ખુલ્લી મૂકવામાં આવી છે . જો કે, સિનેમા હોલ, મોલ્સ અને જીમ પર હાલ પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે . તે જ સમયે, રેસ્ટોરન્ટને ખોલવા માટે પરવાનગી આપવામાં આવશે, પરંતુ ત્યાં બેસીને જમવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેસ્ટોરન્ટમાંથી ફક્ત હોમ ડિલિવરી કરી શકાય છે. નાઇટ કર્ફ્યુ અને વીકએન્ડ કર્ફ્યુ પહેલાની જેમ અમલમાં જ રહેશે.
યૂપી સરકાર દ્રારા જારી કરેલી સૂચના મુજબ જે જિલ્લાઓમાં થી ઓછા કોરોનાના કેસ 600થી ઓછા હશે, તે જિલ્લાઓને કોરોના કર્ફ્યુથી રાહત મળી શકશે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 600 થી ઓછી થઈ ગઈ છે. તેથી જિલ્લાઓને તમામ બજાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કારણ કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બે લાખ 85 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે દેમાં માત્ર 797 કોરોનાના કેસ મળી આવ્યા છે, જેને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે
હાલ ઉત્તરપ્રદેશમાં સક્રિય કેસોની સંખ્યા માત્ર 14 હદજાર જોવા મળી રહી છે તો બીજી તરફ સંક્રમણનો રેટ પણ 0.2 ટકા જોવા મળે છે,અને સાજા થવાના દરની જો વાત કરીએ તો 97.1 ટકા જોવા મળે છે.