ખેડૂતોના કલ્યાણ માટે તમામ પ્રયાસો કરાશે અને નિર્ણયો લેવામાં આવશે: PM
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના કલ્યાણ માટે ખેડૂતોની આવક અને ગ્રામીણ નોકરીઓ વધારવા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
કૃષિ આવક અને ગ્રામીણ રોજગારમાં વધારો કરવાના હેતુથી તાજેતરના નિર્ણયો પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે કાંદા પરની નિકાસ જકાત ઘટાડવી હોય કે ખાદ્યતેલો પરની આયાત જકાત વધારવી હોય, આવા નિર્ણયોથી આપણા ખાદ્ય ઉત્પાદકોને ઘણો ફાયદો થશે. આ નિર્ણયોથી તેમની આવકમાં વધારો થશે તો ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો પણ વધશે.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં લખ્યું હતું;
“અમે અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોના હિતમાં કોઈ કસર છોડી રહ્યા નથી જેઓ દેશની ખાદ્ય સુરક્ષા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. કાંદાની નિકાસ જકાત ઘટાડવી હોય કે ખાદ્યતેલોની આયાત જકાત વધારવી, આવા અનેક નિર્ણયોથી આપણા ખેડૂતોને ઘણો ફાયદો થશે. આનાથી તેમની આવકમાં વધારો થશે તો ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો પણ વધશે.”