Site icon Revoi.in

Go First ની તમામ ફ્લાઈટ્સની ઉડાન હવે 4 જૂન સુધી રદ , સતત 8મી વખત ફ્લાઇટ્સ રદ કરવાની તારીખ લંબાવાઈ

Social Share

દિલ્હી- ગો ફર્સ્ટ ફ્લાઈટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે, ત્યારે હવે મુશ્કેલીમાં મુકાયેલી એરલાઇન એ 4 જૂન સુધી  પોતાનું સંચાલન  બંધ કરશે. એરલાઈન્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં, ગો ફર્સ્ટ એ નાણાકીય કટોકટીને કારણે ફ્લાઇટ્સ સાથેની તમામ કામગીરી બંધ કરી દીધી હતી.

3 મેના રોજ પ્રથમ વખત, ગો ફર્સ્ટ દ્વારા ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. ત્યારથી, એરલાઇન દ્વારા કામગીરી સસ્પેન્શનની તારીખ સતત લંબાવવામાં આવી રહી છે. આ સતત આઠમી વખત છે જ્યારે એરલાઇન દ્વારા ફ્લાઇટ્સ રદ કરવાની તારીખ લંબાવવામાં આવી છે.

આ સહીત ગો ફર્સ્ટ એ એરલાઇન વતી, ઓપરેશન બંધ કરવાની તારીખ લંબાવવા અંગે ટ્વીટ કરીને ડાણકારી આપી હતી આ ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે અમને જણાવતા ખેદ થાય છે કે ઓપરેશનલ કારણોસર,ગો ફર્સ્ટની ફ્લાઇટ્સ 4 જૂન સુધી રદ રહેશે.

જો કે કંપની દ્વારા ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા માટે કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી, પરંતુ કંપની દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ તેમની કામગીરી શરૂ કરશે.

બીજી તરફ કંપનીએ એરલાઇન વતી રિફંડ વિશે ટ્વીટ કર્યું હતું, જેમાં કહ્યું કે સંપૂર્ણ રિફંડ (મૂળ મોડમાંથી) મુસાફરોને પરત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ઓરિજિન મોડનો અર્થ, જેના દ્વારા તમે પેમેન્ટ કર્યું છે, તે જ માધ્યમથી તમને રિફંડ મળશે.