- મહારાષ્ટ્ર સરકારના તમામ એમએલએને મળી Y+ કેટેગરીની સુરક્ષા
- 10 સાંસદોને પણ આ સુરક્ષા પ્રદાન કરાઈ
- MVA રાજકારણીઓ માટે સુરક્ષા કવચ પાછું ખેંચવામાં આવ્યું
મુંબઈઃ- મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકારના જૂથની સુરક્ષામાં વધારો કરવમાં આવ્યો છે,મળતી વિગત પ્રમાણે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ વચ્ચે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળના રાજ્યના ગૃહ વિભાગે મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથના શિવસેનાના 41 ધારાસભ્યોને વિશેષ Y+ સુરક્ષા આપવામાં આવી છે
બે દિવસ અગાઉ શુક્રવારના રોજ જારી કરાયેસલા આદેશ પ્રમાણે, શિંદેની શિવસેનાના 10 લોકસભા સાંસદોને પણ Y+ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા અશોક ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણના અપવાદ સિવાય એમવીએ રાજકારણીઓ માટે સુરક્ષા કવચ ઘટાડવામાં આવ્યું છે
મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં મહા વિકાસ અઘાડીના 25 નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. તે જ સમયે, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, અશોક ચવ્હાણ અને પૃથ્વીરાજ ચવ્હાણ તેમજ આદિત્ય ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે.
વધુ વિગત અનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, રાજ્યપાલ બીએસ કોશ્યરી અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવતી રહેશે. આ ઉપરાંત, એમએનએસ ચીફ રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર તેજસ ઠાકરે ઉપરાંત એકનાથ શિંદેના પુત્ર અને ધારાસભ્ય શ્રીકાંત શિંદેને પહેલાની જેમ Yપ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવતી રહેશે. દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસની સુરક્ષા Y પ્લસ કેટેગરીમાંથી વધારીને X કેટેગરીમાં કરવામાં આવી છે.