Site icon Revoi.in

અમદાવાદમાં તમામ પોલીસ સ્ટેશનને કોર્પોરેટ લૂક અપાશે, રિસેપ્શન કાઉન્ટર બનાવાશે

Social Share

અમદાવાદઃ શહેરના પોલીસ સ્ટેશનો નવા બનાવીને તેને કોર્પોરેટ લૂક આપવામાં આવી રહ્યો છે. શહેરમાં તમામ પોલીસ સ્ટેશનની રોનક બદલાવાનું નક્કી કર્યુ છે. પોલીસ સ્ટેશનમાં રિસેપ્શન કાઉન્ટર બનાવવામાં આવશે. તેમજ તમામ પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ પણ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના 48 પોલીસ સ્ટેશન આ કામગીરી થઇ રહી છે.

અમદાવાદ શહેરમાં તમામ પોલીસ સ્ટેશનને કોર્પોરેટ લૂક આપવામાં આવી રહ્યો છે. નાગરિકો પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ફીડબેક પણ આપી શકશે. પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કામ માટે આવતા લોકોને કયા કામ માટે કયા રૂમમાં જવું તેની માહિતી  આપવામાં આવશે. સાથે જ બહાર નીકળતા લોકોને પહેલા સ્વાગત કક્ષમાં ફીડકેબ ફોર્મ ભરાવવામાં આવશે. અને તેમનો અનુભવ કેવો રહ્યો તેમજ પોલીસની કામગીરી કેવી લાગી તેનો અભિપ્રાય પણ લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  પોલીસ સ્ટેશનમાં મોટાભાગે લોકો ફરિયાદ નોંધાવવા, પાસપોર્ટ વેરિફિકેશન માટે, પીસીસી – પીવીસી સર્ટિફિકેટ, લગ્ન સહિતના કાર્યક્રમોની મંજૂરી જેવા કામ માટે જતાં હોય છે. જો કે કયા માટે કઈ ઓફીસમાં જવું અને કોને મળતું તેની માહિતી હોતી નથી. હવે આ માહિતી મેળવવી આસાન રહેશે.

પોલીસ સ્ટેશનમાં લોકોના અનુભવ પ્રમાણે અનેક કામ માટે જતા હોય ત્યારે ક્યારે કોને મળતું તે માટે હેરાનગતિ થતી હોય છે. જ્યારે એક જગ્યાએ પૂછવામાં આવે ત્યારે તેઓ કામમાં વ્યસ્ત હોય તો સરખો જવાબ પણ આપતા નથી. અને લોકોને જુદી જુદી ઓફિસમાં ફરવું પડે છે. પરંતુ આ સમસ્યાનું સમાધાન લાવવા માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ અને રિસેપ્શન કાઉન્ટર બનાવવમાં આવી રહ્યા છે. અને હવે આ નિર્ણયથી લોકોને કામ માટે ક્યાં જવું અને કોને મળવું તે અંગે સમસ્યા નહીં રહે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પોલીસ સ્ટેશનમાં માત્ર સ્વાગત કક્ષ જ નહીં પરંતુ તેના માટે પોલીસને ટ્રેનીંગ પણ આપવામાં આવશે. પ્રાયોગિક ધોરણે શહેરના 48 પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સ્વાગત કક્ષમાં નોકરી કરવા માગતા 100 મહિલા – પુરુષ પોલીસ કર્મચારીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. અને સોમવારથી તેમને ટ્રેનીંગ આપવામાં આવશે. તેમને શાહીબાગ પોલીસ હેડ કવાટર ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે. સાથે જ પોલીસ સ્ટેશનમાં આવતા લોકોના ફીડબેક પણ ચેક કરવામાં આવશે. તેમજ લોકો પોલીસ સ્ટેશનમાં કયા કામ માટે ક્યારે આવ્યા તેનો રેકોર્ડ રહેશે. સા સાથે પોલીસે તેમની સાથે કેવું વર્તન કર્યું તેની પણ માહિતી પર ધ્યાન આપવામાં આવશે. સ્ટેશનથી નીકળતા પહેલા લોકો પાસેથી ફીડબેક લેવામાં આવશે.(file photo)