Site icon Revoi.in

સંકલ્પપત્રના તમામ વાયદા પૂર્ણ કરાશેઃ ભુપેન્દ્ર પટેલ

Social Share

ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. પીએમ મોદીના પ્રયાસોથી ગુજરાત દેશમાં અગ્રણી છે અને આ વિકાસયાત્રાને વધારે ગતિ આપવામાં આવશે. તમામ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે રોડમેપ તૈયાર કરાશે. 25 હજાર કરોડના ખર્ચે સુજલામ સુફલાય યોજનાઓ સહિતની યોજનાઓથી કૃષિ સિંચાઈના નેટવર્ક ઉભુ કરાશે. પાંચ વર્ષમાં યુવાઓ માટે 20 લાખ રોજગારી ઉભી કરાશે. આમારુ સંકલ્પપત્ર ગુજરાતને વધારે ઉંચાઈ લવી જવાની પ્રતિબધતા દર્શાવે છે. જે વંચિત છે તે અમારા કેન્દ્રમાં રહેશે. પીએમ મોદીની મહેનતને સાર્થક કરીને ભારત માતાને વિશ્વગુરુ બનાવવા માટે કાર્ય કરીએ. ગુજરાતને સમૃદ્ધ બનાવવાને નવા ઉત્સાહ સાથે આગળ વધીએ.

સીઆર પાટીલે જણાવ્યું હતું કે, નવ બેઠકો કોંગ્રેસે આઝાદી બાદ ક્યારેય હારી નથી પરંતુ આ વખતે સાતેક બેઠક હારી ગયા છે. તેમણે પ્રજાને વિશ્વાસ આપવો જોઈએ કે લોકોના કલ્યાણ માટે છીએ. તેમણે પ્રજાને વિશ્વાસ આપવો જોઈએ. આમ આદમી પાર્ટીનું અહીં કંઈ હતું જ નહીં. ગુજરાતી આપવા માટે હાથ લાંબો કર્યો છે લેવા માટે નહીં. અહીં ભાજપાએ કામ કર્યું એટલે પ્રજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી સી.આર.પાટીલ જ રહેશે.