- ચક્રવાત બિપરજોયને લઈને સેનાઓ પણ સજજ્
- રક્ષામંત્રીએ પોતે સેનાની તૈયારીઓની સમિક્ષા કરી
દિલ્હીઃ- ગુજરાતમાં હાલ બિપરજોઈ ચક્વવાતનો કહેર ફેલાયો છે આજે બપોરે આ વાવઝોડું ભયંકર સવ્રુપ ઘારમ કરી શકે છે જેને પગલે ત્રણેય સેનાઓને પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજજ્ કરવામાં આવી છે સેનાની આ તૈયારીઓની રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતે સમિક્ષા કરી હતી.
વાવાઝોડા બિપરજોયના જોખમને લઈને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્આયારે પહેલા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્રણેય દળોને બિપરજોય માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડા બાદ જે પણ નુકસાન થશે અથવા લોકોને બહાર કાઢવા માટે સેનાનો ઉપયોગ કરવામાં આવશે, જે એનડીઆરએફ સાથે મળીને બચાવ કામગીરી ચલાવી શકે છે.
ચક્રવાતને પગલે સેના ઉપરાંત બોર્ડર સિક્યુરિટી ફોર્સ પણ ગુજરાતમાં આવનારા ચક્રવાતી તોફાન માટે તૈયાર છે. ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા ગંભીર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ની અસરોથી ઉદ્ભવતા પડકારોને પહોંચી વળવા BSFએ તૈયારીઓ કરી છે.
વધુ વિગત પ્રમાણે રાજનાથ સિંહે કહ્યું કે સશસ્ત્ર દળો તમામ શક્ય મદદ પૂરી પાડવા અને કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બિપરજોય ચક્રવાત 15 જૂનની સાંજે જખાઉના કિનારે પહોંચી શકે છે. આ સાથે રણથી રાજસ્થાન પહોંચે તેવી પણ શક્યતા છે.
હાલ ગુજરાતમાં બિપરજોયને ધ્યાનમાં રાખીને હજારો લોકોને તેમના ઘરેથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સીમા સુરક્ષા દળે પણ આ ઈમરજન્સી માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે, જેથી રણથી લઈને રાજસ્થાન સુધી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.
ખાસ કરીને આ ચક્રવાતને લઈને ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં ખતરો છે. આજે એટલે કે 15મી જૂને આ વાવાઝોડું ગુજરાત પહોંચીને દરિયાકાંઠે ટકરાશે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી શકે છે. કહેવામાં આવ્યું છે કે પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકથી વધુ હોઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સાથે સાથે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને પશ્ચિમ રાજસ્થાનમાં બિપરજોયની અસર જોવા મળી શકે છે.