દિલ્હીઃભારતમાં વર્ષ 2013 સુધીમાં તમામ ટ્રેન ડીઝલ મુક્ત બની જશે જેના કારણે દિલ્હી સહિત સમગ્ર દેશમાં પ્રદુષણથી પ્રજાને રાહત મળશે. તેમજ રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં રેલવેમાં મુડીરોકાણ વધ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
રેલવે પ્રધાન પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોરોના રોગચાળો તથા મહારાષ્ટ્રમાં જમીન નહીં મળવાના કારણે વિલંબ થયો છે. ગુજરાતમાં 90 ટકા જમીનનું અધિગ્રહણ થઇ ગયું છે, અને તે કામ માટે ટેન્ડર પણ જારી કરાવામાં આવ્યા છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં માત્ર 30 ટકા ભુમિ અધિગ્રહણ થયું છે, આગામી દિવસોમાં દેશનાં અન્ય 7 રૂટ પર હાઇ-સ્પિડ અને સેમી હાઇ-સ્પિડ ટ્રેન દોડાવવાની યોજના છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં તમામ રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમજ વર્ષ 2030 સુધી ભારતીય રેલવે વિશ્વની સૌ પ્રથમ પ્રદુષણ રહિત રેલ્વે સર્વિસ બની જશે. મોદી સરકાર બન્યા પહેલા રેલવેમાં પ્રતિ વર્ષ 40-45 હજાર કરોડનું મુડીરોકાણ થતું હતું. આ નાણાકિય વર્ષમાં નાણા પ્રધાને રેલવેમાં 2 લાખ 15 હજાર કરોડનું રોકાણ થયું છે. આ ઉપરાંત હાઇવેનાં વિસ્તાર માટે પણ મોટી રકમ ખર્ચ થશે, રેલવે અને માર્ગ રોકાણ વિકાસમાં તેજી લાવે છે.
યુપીએ સરકારમાં 20 હજાર મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન થતું હતું. હવે તે એક લાખ મેગાવોટનું ઉત્પાદન થાય છે, વર્ષ 2022 સુધી 1.75 લાખ મેગાવોટ અને વર્ષ 2030 સુંધી 4.50 લાખ મેગાવોટ અક્ષય ઉર્જાનું લક્ષ્યાંક છે. તેમાં રેલવેનું યોગદાન વર્ષ 2030 સુધી 100 ટકા અક્ષય ઉર્જાથી રેલવે ચલાવવાની છે.