રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી જિલ્લાઓની ફાળવણી,રાઘવજી પટેલને રાજકોટ અને જૂનાગઢના પ્રભારી બનાવ્યા
અમદાવાદ:ગુજરાતમાં ભાજપની જંગી જીત અને સતત સાતમી વખત સરકાર રચાયા બાદ મંત્રીઓને જિલ્લાઓના પ્રભારી બનાવવામાં આવ્યા છે.જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર સાથે મળીને સુશાસન લાવે છે, તેથી જ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પહેલ કરી છે.આ પહેલથી જિલ્લા વહીવટીતંત્ર પર ઉચ્ચ સ્તરીય દેખરેખ રાખવામાં આવશે અને વહીવટ સુવ્યવસ્થિત રીતે ચાલશે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને પાટનગર ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે.તેવી જ રીતે નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાનો હવાલો મળ્યો છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રૂષિકેશ પટેલને અમદાવાદ, ખેડા અને આણંદ, કૃષિ મંત્રી રાઘવજી પટેલને રાજકોટ અને જૂનાગઢનો હવાલો સોંપવામાં આવ્યો છે. અને ઉદ્યોગ MSME મંત્રી બળવંત સિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
જે અન્ય મંત્રીઓને જિલ્લાઓની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે તેમાં કુંવરજી બાવળિયાને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મૂળુભાઈ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર, કુબેર ડીંડોરને દાહોદ અને પંચમહાલ, ભાનુબેન બાબરિયાને ભાવનગર અને બોટાદ, જગદીશ વિશ્વકર્માને મહેસાણા અને પાટણનિ જવાબદારી સોપવામાં આવી છે.
મંત્રી પુરુષોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથ, બચુભાઈ ખાબડને મહિસાગર અને અરવલ્લી, મુકેશ પટેલને વલસાડ અને તાપી, પ્રફુલ્લ પાનસેરિયાને મોરબી અને કચ્છ, ભીખુસિંહ પરમારને છોટા ઉદેપુર અને નર્મદા જયારે કુંવરજી હળપતિને ભરૂચ અને ડાંગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.