અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે સરકાર દ્વારા કોટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમાં વેપારીઓને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી વેપાર કરવાની છુટ આપવામાં આવી છે. હવે સરકાર દ્વારા છૂટછાટ ચાલુ રાખવી કે વધારવી તે અંગે તા. 27મીના રોજ નિર્ણય લેવામાં આવશે. વેપારીઓ સાંજના 7 વાગ્યા સુધી દુકાન ખોલનાની મંજુરી આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે બીજીબાજુ હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકો પણ રાત્રે ફુડની હોમ ડિલિવરી કરવા મંજુરી આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટને રાત્રે 11 વાગ્યા સુધી ફડની હોમ ડીલેવરી કરવાની છૂટ આપવામાં આવે તેવી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (જીસીસીઆઈ) દ્રારા રાયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર દ્રારા રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત સરકારે રાજ્યના 36 શહેરોમાં નાઈટ કર્યૂ દરમિયાન ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધાઓને ખૂલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. આ સમયે હોટલ અને રેસ્ટોરન્ટને રાત્રે ૮ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની પણ છૂટ આપવામાં આવી હતી. જીસીસીઆઈ દ્રારા હોમ ડીલેવરીનો સમય વધારીને રાત્રે 11 વાગ્યા સુધીનો કરવાની માંગ કરવામાં આવી છે. જીસીસીઆઈના પ્રમુખ નટુભાઈ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજે 50 હજાર હોટલો અને રેસ્ટોરન્ટો આવેલા છે, જેના દ્રારા અંદાજે 12 લાખ કરતાં વધુ લોકોને રોજગારી મળે છે. પત્રમાં વધુમાં જણાવ્યું છે કે હોટેલ અને રેસ્ટોરન્ટ છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને હવે સરકારના સહકાર અથવા તો રાહત વગર નાના ધંધાર્થીઓને આમાં ટકવું મુશ્કેલ છે. જો કોઈ રાહત નહીં મળે તો આવા ધંધાર્થીઓએ ધંધા બધં કરવાનો વારો આવશે અને તેને લીધે અનેક લોકોની રોજગારીને સીધો ફટકો પડશે. રાત્રે 8 વાગ્યા સુધીની હોમ ડિલિવરીની છૂટથી ધંધાને કોઈ ખાસ મદદ મળી રહી નથી. એટલું જ નહીં કોરોનાના દર્દીઓ તથા નોકરી કરતાં લોકો કે જેઓ હોટલ–રેસ્ટોરન્ટના ફડ પર આધારિત છે તેમને પણ આ સમય મર્યાદાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના સામેની લડાઈમાં હોટેલ ઇન્ડસ્ટ્રીએ સરકારની શકય તેટલી તમામ મદદ કરવાનો પૂરતો પ્રયાસ કર્યેા છે ત્યારે 1 વર્ષ કરતાં વધુ સમયથી ખોટનો સામનો કરી રહેલાં હોટેલ અને રેસ્ટોરન્ટ બિઝનેસને બચાવવા માટે હોમ ડીલેવરીનો સમય રાત્રે 11 વાગ્યા સુધીનો કરવામાં આવે તે અતિ આવશ્યક છે.