બદામની છાલનો જો આ રીતે ઉપયોગ કરશો તો તે ત્વચા માટે છે ફાયદાકારક
કેટલાક લોકોને એવી આદત હોય છે કે તે લોકો બદામની છાલને ફેંકી દેતા હોય છે તદ્દન એ રીતે જે રીતે બટાટાના શાકને બનાવવામાં માટે તેની છાલને ફેંકી દેવામાં આવે છે. જો કે જાણકારોના કહેવા પ્રમાણે બદામની છાલનો ઉપયોગ કરવાથી ત્વચા તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે. બદામની છાલમાંથી બનાવેલ બોડી વોશ ત્વચાને વૃદ્ધત્વના લક્ષણોથી બચાવે છે. તે ત્વચાને કોમળ રાખવા માટે મોઈશ્ચરાઈઝર તરીકે પણ કામ કરે છે.
જાણકારી અનુસાર બદામ એક એવું ડ્રાય ફ્રુટ છે જે હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે અને તેને અલગ અલગ રીતે આરોગે છે. બહુ ઓછા લોકો જાણે છે કે બદામની છાલમાં ઘણા પોષક તત્વો છુપાયેલા હોય છે. બદામની છાલની વિશેષતા એ છે કે તેનો ઉપયોગ ત્વચાની સંભાળમાં પણ કરી શકાય છે.
નિષ્ણાતોના મતે, તમે બદામની છાલને ત્વચાની સંભાળનો એક ભાગ બનાવીને ચહેરાના રંગને સુધારી શકો છો. બદામની છાલ ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેમની પાસે એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો પણ છે. તેનું સેવન કરવાથી આંતરડામાં સારા બેક્ટેરિયા બને છે. આમાં વિટામિન ઇ સાથે મળી આવતા ફ્લેવોનોઈડ્સ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.