અમદાવાદઃ હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીની સાથે કમો જાણીતો બન્યો છે, જો કે, હવે કમાના પ્રસંશકો માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં છે, તાજેતરમાં જ અમેરિકામાં કિર્તીદાન ગઢવાના કાર્યમમાં એક ગુજરાતીએ કોઠારિયાના કમાને યાદ કરીને તેને 500 ડોલરના ભેટ તરીકે આપ્યાં હતા.
કોઠારિયામાં એક કાર્યક્રમ દરમિયાન કિર્તીદાન ગઢવીના લોકગીત પર કમાએ પોતાના આગવા અંદાજમાં ઠુમકા લગાવ્યા હતા. અને ત્યારથી સોશિયલ મિડીયામાં કોઠારિયોના કમાનો વીડિયો ખુબ વાયરલ થયો હતો અને એટલી જ લોકચાહના પણ મળી હતી. એટલું જ નહીં કિર્તીદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં કમો અવશ્ય જોવા મળે છે. કમો હવે અમેરિકામાં પણ એટલો પ્રખ્યાત થઇ ગયો છે કે તેને અમેરિકાથી પણ ભેટ મળી રહી છે. અમેરિકામાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં કોઠારીયાના કમાને યાદ કરીને જાહેરમાં ઇનામની જાહેરાત કરાઈ હતી. અમેરિકામાં વસેલા ગુજરાતી હરિભાઈએ કમાને યાદ કરીને ૫૦૦ ડોલરની ભેટ આપી છે. આ કાર્યક્રમમાં કમો ઉપસ્થિત રહ્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાનપણથી માનસિક દિવ્યાંગ એવા કમાને એક ડાયરામાં પ્રખ્યાત લોકગાયક કિર્તિદાન ગઢવીએ ડાન્સ કરતા જોયો હતો. કમો હાલ સોશિયલ મિડીયામાં સૌથી વધુ પ્રખ્યાત બન્યો છે. કમાની લોકચાહના હાલ આસમાનને આંબી રહી છે.
(PHOTO-FILE)