Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલની સાથે જ CNG અને PNGના ભાવમાં પણ તોતિંગ વધારો

Social Share

અમદાવાદઃ પટ્રોલ અને ડિઝલના ભાવમાં અસામાન્ય વધારાને કારણે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે સીએનજીમાં રૂ. 5 નો અને પીએનજીમાં રૂ.2.50નો વધારો કરાયો છે. જેથી દિવાળીના સમયે વધુ એકવાર ભાવ વધારો થતા જનતાને વધુ એકવાર માર પડ્યો છે. સીએનજીમાં રૂ.5 નો વધારો થતા નવો ભાવ રૂ.65.74 પ્રતિ કિલો થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં રૂ.2.50નો વધારો કરતા રૂ.29.59 એસસીએમ થયો છે. જેમાં 15 ટકા વેટ તો અલગ ચુકવવાનો તો રહેશે.

રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થતાં પેટ્રોલથી ચાલતા ઘણાબધા વાહનો સીએનજીમાં તબદિલ થયાં હતા. પણ હવે સીએનજીમાં પણ વધારો કરાયો છે. ગુજરાત ગેસે નવેમ્બર માસની 1લી તારીખથી અમલમાં આવે તે રીતે સીએનજીમાં રૂ.5નો વધારો કરતા નવો ભાવ રૂ.65.74 પ્રતિ કિલો થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં રૂ.2.50નો વધારો કરતા રૂ.29.59 એસસીએમ થયો છે. જેમાં 15 ટકા વેટ અલગ ગણવાનો રહેશે. આ અગાઉ તા.17-10ના રોજ ગુજરાત ગેસે CNGમાં રૂ.2.68નો અને PNGમાં રૂ.1.35નો વધારો કર્યો હતો. ત્યારબાદ આ ફરી વખત વધારો ઝીંકયો છે. ગેસ બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની શોર્ટ સપ્લાય ચાલી રહી છે. તેના કારણે ભાવ પર કોઈનું નિયંત્રણ રહ્યું નથી. 3 ડોલર લેખે મળતો ગેસ હાલમાં ગેસ કંપનીઓને 30 થી 35 ડોલર સુધી ખરીદવાની ફરજ પડી રહી છે. તેની સીધી અસર ભાવ વધારા સ્વરૂપે પડી રહી છે.

એક તરફ પેટ્રોલ ડીઝલના પણ ભાવ વધ્યા છે. આ દરેકની અસર ટ્રાન્સપોર્ટ પર પડી છે. ભાવ વધતા ટ્રાન્સપોર્ટ મોંઘુ બન્યું છે. અને જેના કારણે દરેક વસ્તુમાં મોંઘવારી જોવા મળી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે નિષ્ક્રિય છે. મધ્યમ અને ગરીબ વર્ગની સ્થિતિ હાલ ખુબ દયનીય છે.