- ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
- કમર્શિયલ ગેસના ભાવમાં 73.5 રૂપિયાનો વધારો
- સ્થાનિક એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર નહીં
દિલ્હી :સરકારી તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. મહિનાના પહેલા દિવસે સામાન્ય માણસના ખિસ્સા પર ફટકો પડ્યો છે. ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder Price)ના ભાવમાં ફરી વધારો થયો છે.
જો કે રાહતના સમાચાર એ છે કે આ મહિનામાં માત્ર કમર્શિયલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.સ્થાનિક એલપીજીની કિંમતો યથાવત રહી છે. 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમતો ગયા મહિનાની જેમ જ રહેશે.
રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1500 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે. દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા છે.
જુલાઇ મહિનામાં ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરમાં પ્રતિ સિલિન્ડર 25.50 નો વધારો કર્યો હતો. અત્યારે કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 861 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયા અને ચેન્નઈમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.
જાણકારી અનુસાર સરકારી તેલ કંપનીઓની વેબસાઇટ પર ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો. દરક મહિનાના પહેલા દિવસે કંપનીઓ ગેસ સિલિન્ડરના દર અપડેટ કરે છે. તમે IOCL ની સત્તાવાર લિંક (https://iocl.com/Products/IndaneGas.aspx) પરથી ભાવ ચકાસી શકો છો. આની સાથે હવે કંપનીઓ દ્વારા તે પણ સુવિધા આપવામાં આવી રહી છે કે કોઈપણ ગ્રાહક પોતાનો ડિસ્ટ્રિબ્યુટર પણ પસંદ કરી શકે છે.
અત્યારે તો આ સુવિધાને માત્ર કેટલાક શહેરોમાં શરૂ કરવામાં આવી છે. જેને બાદમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. યોજનાના પ્રથમ તબક્કામાં આ સુવિધા ચંદીગઢ, કોઈમ્બતુર, ગુરુગ્રામ, પુણે અને રાંચીના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.