શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોની સાથે શાલનો પણ ઉપયોગ કરે છે. શાલ આપને ઠંડીથી બચાવવાની સાથે આકર્ષક લુક પણ આપે છે. શાલને વિવિધ પ્રકારથી ઉપયોગમાં લઈ શકો છો. આપ સાદી રીતે પોતાના ખભા ઉપર પણ રાખી શકો છો. તેમજ ગળામાં પણ લપેટી શકો છે, દરેકના ઘરની તિજોરીમાં શાલ જોવા મળે છે. પાંચ પ્રકારની શાલ જો આપની પાસે હશે તો આપના લુકને વધારે આકર્ષક બનાવશે.
- ક્લાસિક પશ્મીના શોલઃ આપની તિજોરમાં એક પશ્મીના શોલ જોવી જોઈએ. આ શાલને બનાવવા માટે ઉનની જરુર પડે છે. આ ઉન કાશ્મીરની એક ખાસ પ્રકારની પહાડી બકરીમાંથી નીકાળવામાં આવે છે. આ શાલ આપને સોફ્ટનેશની સાથે ઠંડીથી રક્ષણ આપવાનું અને લકઝરી ફીલ કરાવે છે. આ શાલ કોઈ પણ આઉટ ફીટ ઉપર ઉપયોગ કરી શકાય છે.
- કોઝી વુલન શોલઃ શિયાળામાં ઠંડીથી બચવા માટે આપની પાસે એક વુલન શાલ હોવી જરુરી છે. આ શાલ આપને અલગ અલગ પેટનમાં મળે છે. આ શાલનો આપ જીન્સ, સ્વેટર તથા ફોર્મલ આઉટ ફીટ સાથે પણ ઉપયોગ કરી શકો છો. જે અનેકગણો આરામદાયક અને સ્ટાઈલ લુક આપે છે.
- એમ્બ્રોડરી કરેલી રેશમી શાલઃ જો આપ આપના આઉટફિટમાં લકઝરી ટચ મેળવવા માંગતો હોય તો આપની તિજોરમાં એમ્બ્રોડરી કરેલી રેશમી શાલ જરુરી છે. સિલ્લની શાલ ખાસ પ્રસંગ્ર અને ફોર્મલ પાર્ટીમાં પરફેક્ટ માની શકાય છે. સિલ્કની શાલ આપને વિવિધ ડિજાઈનમાં મળી શકશે. જેનું વજન ખુબ જ ઓછુ હોય છે અને આપ સારા દેખાવવા માટે ઓછી એમ્બ્રોડરી કરેલી શાલનો ઉપયોગ કરી શકો છો.
- બોહેમિયન રફલ્ડ શાલ્સઃ કેઝ્યુઅલ લુક માટે આ પ્રકારની શાલ ખુબ સારી લાગે છે. બોહેમિયન રફલ્ડ શાલ્સને આપ જીન્સ, ટી શર્ટ અને મેક્સી ડ્રેસની સાથે ઉપયોગ કરી શકો છો.
- વેલવેટ શાલઃ આપના વોર્ડરોબમાં વેલવેટ શાલ ખુબ જરુરી છે. વેલવેટની ફેશન ક્યારેય જુની થતી નથી. આ તમને ઠંડીમાં રક્ષણ આપવામાં મદદ કરે છે તેમજ રિચ અને લક્ઝુરિયસ લુક આપે છે.