દરેક સ્ત્રી જ્યારે પણ સુંદરતાની વાત આવે ત્યારે તે એવી ખુશ થઈ જાય છે જાણે તેના માટે અન્ય કોઈ વસ્તુ કે કામ તો છે જ નહી, જો કે કેટલાક લોકોના કહેવા પ્રમાણે સુંદરતા એ સ્ત્રીઓનું ઘરેણું છે અને તે બાબતે તે ખોટા પણ નથી.. પણ આવામાં જ્યારે વાત કરવામાં આવે નખની તો સ્ત્રીઓ નખનું પણ ખુબ ધ્યાન રાખતી હોય છે.
જેમ કે નખની સુંદરતા વધારવા માટે પણ કેટલીક ટીપ્સ છે, જેના વિશે કેટલીક મહિલા કે દિકરીઓની જાણ હોતી નથી, તો આજે તમે તેના વિશે જાણશો.
નખની સુંદરતા વધારવા માટે આમ તો અનેક ઉપાય છે, પણ આ ઉપાય દરેક મહિલાએ જાણવા જોઈએ. સૌથી પહેલા છે કે આજકાલ દરેક તહેવારોમાં સ્ત્રીઓ તથા યુવતીઓ જાત જાતના સુંદરતામાં વધારો કરવા માટે નખ ઉપર બીજા આર્ટિફિશિયલ નખ લગાવી તેના ઉપર આર્ટ વર્ક કરાવતી હોય છે, જેના કારણે ઓરીજનલ નખને ઘણું નુકસાન પહોંચે છે.તદુપરાંત નખ બરડ પણ થઈ જતા હોય છે.નખ બરડ થઈ જવાથી તૂટી જવાની સંભાવના રહે છે.નખના સ્વાસ્થ્યને જોખમમાં રાખી સુંદરતા વધારવાનો પ્રયાસ કરવો જોઈએ નહી.
જો કે ઉલ્લેખનીય છે કે નખની સુંદરતાની સાથે સાથે તેની કાળજી રાખવી પણ જરૂરી છે. જેમ કે, જો તમારા શરીરમાં વિટામિનની ઉણપ થાય તો નખમાં પેરોવીકયા જેવી ગંભરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. પેરોવીકયા ઇન્ફેક્શન થવાથી નખની આજુબાજુમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. નખમાં પીળા રંગનું પૂરું થઈ જાય છે.
નખમાં મોટે ભાગે ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા જોવા મળે છે. ફંગલ ઇન્ફેક્શનમાં નખનો રંગ બદલાઈને કથ્થઈ અથવા પીળો થઈ જાય છે. અથવા ખૂબ જ બરડ થઈને તેના આકાર અને રંગમાં બદલાવ જોવા મળે છે. આ સમસ્યા તે લોકોને વધુ થાય છે જે લોકો પાણીમાં વધુ કામ કરતા હોય છે. પાણીમાં કામ કરતા લોકોએ હેન્ડ ગ્લવસ પહેરવા જોઈએ જેથી આવી સમસ્યા ન થાય.