Site icon Revoi.in

પૂજાની સાથે ઘરમાં વાસ્તુનું પાલન પણ જરૂરી છે, આ છે કારણ

Social Share

દરેક લોકો જ્યારે પણ કોઈ પણ પ્રકારનું સારુ કામ કરવા જતા હોય ત્યારે પૂજા પહેલા કરતા હોય છે. કોઈ ભગવાન સત્યનારાયણની પૂજા કરતા હોય છે તો કોઈ ગણેશજીનું નામ લઈને ઘરમાં પ્રવેશ કરે છે. જો કે પૂજા કરવાથી દરેક પ્રકારની મોટામાં મોટી સમસ્યાનો અંત આવી જાય છે પણ લોકો એવું પણ માને છે કે જો પૂજાને કરવાની સાથે સાથે જો વાસ્તુના નિયમોનું પણ પાલન કરવામાં આવે તો જીવનમાં થોડી વધારે સુખ અને શાંતિ બની રહે છે.

વધુ જાણકારી અનુસાર હિંદૂ ધર્મમાં મંદિર અને પૂજાનું મહત્વ ખૂબ વધારે છે. કદાચ જ કોઈ એવો મનુષ્ય હશે જેમની આસ્થા ભગવાનમાં ન હોય. આજકાલ ઘરોમાં ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવે છે જેમા દેવી-દેવકાઓની સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ આ સમયે ઘણી ભુલો થઈ જાય છે. જેના કારણે પૂજાનું શુભ ફળ નથી મળતું.

ઘણા લોકોને તો એ પણ ખબર નથી હોતી કે મંદિરમાં ભગવાનની પ્રતિમા રાખવાના પણ નિયમ છે. આ નિયમોની અવગણના કરવા પર પૂજા-પાઠનો કોઈ ફાયદો નથી થતો.

આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દેવી-દેવતાઓની પ્રતિમા ઘરની પશ્ચિમ દિશામાં રાખવાથી ભગવાનની કૃપા નહીં વરસે. આ વાતનું ધ્યાન રાખો. ઘરની ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવા માટે બિલકુલ સારી નથી માનવામાં આવતી. જો આ દિશામાં ભગવાનને બેસાડવા છે તો તેની નીચે લીલા અને પીળા રંગના કપડા પાથરો. શાલિગ્રામને ઘરના મંદિરમાં રાખવાની જગ્યા પર હંમેશા તુલસીના કુંડામાં સ્થાપિત કરવા જોઈએ. તુલસીની સાથે તેમની સ્થાપના શુભ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં ગણપતિ બાપ્પાની ત્રણ પ્રતિમાઓ એક સાથે ક્યારેય ન રાખવી જોઈએ. આમ કરવાથી કામકાજમાં કારણ વગર મુશ્કેલીઓ આવે છે. મંદિર માટે ઘરની ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે. દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશા પૂજા-પાઠ માટે શુભકારી નથી. તો આ બન્ને વાતો ખાસ ધ્યાનમાં રાખો.

ઉલ્લેખનીય છે કે આ આર્ટિકલ માત્ર અલગ-અલગ માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે, આ બાબતે કોઈ દાવો કે પૃષ્ટિ કરવામાં આવતી નથી.