- આયુષ્માન ખુરાનાએ અનેક રોલ પ્લે કરીને જીત્યા છે લોકોના દિલ
- આજે આયુષ્માન પોતાના 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
મુંબઈઃ આયુષ્માન ખુરાના ,,,,,,આ નામ કોઈની પણ ઓળખનું આજે મોહતાજ નથી, માત્ર 17 વર્ષની ઉમંરથી ગ્લેમર વર્લ્ડમાં તેમણે એન્ટ્રી કરીને આજે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે, આયુષ્માનનો જન્મ વર્ષ 1984મા 14 સપ્ટેમ્બરના રોજ ચંદીગઢમાં થયો છે,તેઓ એક પંજાબી પરિવારમાંથી બિલોંગ કરે છે,તેમના જીવનમાં તેમણે રેડિયો અને ટેલીવિઝનથી પોતાના કરિયરની શરુઆત કરી હતી જો કે આજે તેમની ગણના મહાન એક્ટરમાં થી રહી છે.ખાસ કરીને અનેક અવનવા પડકાર વાળી ભૂમિકા નિભાવવા માટે આયુષ્માન ખુરાનાને લોકો પસંદ કરી રહ્યા છે.
એક સમયે ટ્રેનમાં ગીત ગાયને પૈસા કરતા હતા ભેગા
દરેક સફળ પુરુષ સંઘર્ષ કરીને આગળ વધે છે તે વાત આપણે જાણીએ છીએ આજ સંઘર્ષ આયુષ્માને પણ કર્યો છે,આયુષ્માન ખુરાના કોલેજ માંથી પોતાના ગૃપ સાથે ગોવા ગયા હતા ત્યારે આયુષ્માન પાસે પ્રવાસ માટે પૂરતા પૈસા નહોતા. આ કારણે તેણે તે સમયે ટ્રેનમાં ગીત ગાઈને પૈસા ભેગા કર્યા હતા. આ પછી, તેણે સતત ટ્રેનમાં ગીતો ગાવાનું શરૂ કર્યું અને પોકેટ મની આ રીતે કાઢી લેતા હતા. આયુષ્માન એક સફળ એન્કર, સફળ ગાયક અને સફળ અભિનેતા રહ્યા છે.
વી ચેનલના ‘પોપસ્ટાર્સ’માં ભાગ લેનારા યુવા અભિનેતા
આયુષ્માન ચેનલ વી નો શો ‘પોપસ્ટાર્સ’માં ભાગ લેનાર સૌથી યુવા સ્પર્ધક બન્યા હતા. ફિલ્મોમાં જોડાતા પહેલા આયુષ્માન ખુરાના રેડિયો પર આરજે તરીકે કામ કરતા હતા. બિગ એફએમ પર તેમનો શો ‘માન ના માન, મેં તેરા આયુષ્માન’ સુપરહિટ રહ્યો હતો. આયુષ્માન ખુરાના એમટીવીના લોકપ્રિય શો રોડીઝ જીત્યા બાદ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. આ પછી આયુષ્માને એમટીવી માટે વીજે તરીકે ઘણા શો કર્યા. દિગ્દર્શક શૂજિત સરકરે તેમને ફિલ્મી દુનિયામાં પહેલો બ્રેક આપ્યો.
2012મા ‘વિકી ડોનર’થી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ
વર્ષ 2012 માં, આયુષ્માને શૂજિતની સુપરહિટ ફિલ્મ ‘વિકી ડોનર’થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ માટે અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ‘વિકી ડોનર’ પછી આયુષ્માન ખુરાનાની ફિલ્મી સફરની ગાડી પાટા પર ચઢી. આ પછી તેણે ‘નૌટંકીસાલા’, ‘બેવકુફિયાં’, ‘હવાઇઝાદા ફિલ્મમાં શાનદાર રોલ પ્લે કરી દર્શકોના દિલ જીતવામાં પણ સફળકતા મેળવી.
‘દમ લગાકે હઈશા’ ફિલ્મથી મળી આગવી ઓળખ
આયુષ્માનની આ ફિલ્મો બોક્સ ઓફિસ સારી રહી હતી. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘દમ લગાઈ હઈશા’ 2015 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી, આયુષ્માનની કારકિર્દીએ ફરી કીક મળી,ત્યાર બાદ તેણે હિટ ફિલ્મોની લાઈન લગાવી હતી, આજે તેઓ સતત કાયર્રત રહ્યા છે.
આયુષ્માને ‘વિકી ડોનર’માં સ્પર્મ ડોનરની ભૂમિકા ભજવી હતી પરંતુ થોડા લોકો જાણે છે કે આયુષ્માને આ ફિલ્મ પહેલા વર્ષ 2004 માં રિયલ લાઈફમાં સ્પર્મ ડોનેટ કર્યું હતું. જ્યારે આયુષ્માનને પૂછવામાં આવ્યું કે શું તેના પરિવારના સભ્યો તેના વિશે જાણે છે, તેણે કહ્યું કે મેં પિતાને કહ્યું હતું, તેણે માતાને પણ કહ્યું હતું, જોકે આ પહેલા માતાને આ વાત માટે મનાવવા શક્ય નહોતું.
તાહિરા કશ્યપ સાથે કર્યા છે લગ્ન, તેમને બે બાળકો છે
આયુષ્માને 2011 માં તેની મિત્ર તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગભગ 11 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. જ્યારે તાહિરા 16 વર્ષની હતી ત્યારે બંને કોલેજમાં મળ્યા હતા. તાહિરાના પિતા આયુષ્માનને ખૂબ પસંદ કરતા હતા. એક ઇન્ટરવ્યુમાં આયુષ્માને ખુલાસો કર્યો હતો કે તાહિરાના પિતાએ તો એમ પણ કહ્યું હતું કે ‘આ છોકરો તમને ખૂબ ખુશ રાખશે’.હાલ તેમના સફળ જીવનમાં એક દિકરો અને એક દિકરી એમ બે પુત્રો છે.