ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલયઃ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. શ્રી અતુલ મહેશ્વરીજીની વિચારધારાનો કરાવાશે અભ્યાસ
દિલ્હીઃ જાણીતા હિન્દી ન્યૂઝ અમર ઉજાલાના પ્રેરણાસ્ત્રોત સ્વ. અતુલ મહેશ્વરીજીએ મીડિયામાં આપેલા યોગદાનને ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલપના પત્રકારિત્વના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને તેમને વિચારધારાનો અભ્યાસ કરશે. આ ઉપરાંત પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી, ભાનુપ્રતાપ શુક્લજી, રામબહાદુર રાયજી, નરેન્દ્ર મોહનજી, ચો.રામાસ્વામીજી અને શશી શેખરજીના યોગદાનને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કુલપતિ પ્રો. એન.કે.તનેજાની અધ્યક્ષતામાં એકેડમી પરિષદની બેઠક મળી હતી. જેમાં કેમ્પસમાં પત્રકારત્વ અને જનસંચાર વિભાગમાં ચાર નવા કોર્સના અભ્યાસ પર મંજૂરીની મહોર મારી છે. આ ઉપરાંત અન્ય વિભાગમાં પૂર્વ સંચાલિત એમજે-જેએમસીના અભ્યાસક્રમને પણ સંસોધિત કરીને અપગ્રેડ કરવામાં આવ્યો છે.
એક સર્ટિફિકેટ અભ્યાસક્રમ મોબાઈલ જર્નાલિઝમ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં મોબાઈલ પત્રકારત્વમાં સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ સાથે મીડિયા ક્ષેત્રમાં કાર્ય કરતા લોકો નવીન જાણકારી પ્રાપ્ત કરવા માટે એક વર્ષનો પીજી ડિપ્લોમા ઈન ફંક્શનલ જર્નાલિઝમ પણ શરૂ કરવામાં આવશે.
એમએ-જેએમસીના અભ્યાસક્રમમાં અપગ્રેડ કર્યો છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી પત્રકારત્વના ક્ષેત્રમાં નવા કિર્તિમાન સ્થાપિત કરવાવાળા તથા સમાજને નવુ ચિંતન અને જાગૃક્તા ફેલાવતા જાણીતા પત્રકારોને એમએ-જેએમસી અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પત્રકારિત્વ અને જનસંચાર વિભાગના ડિરેક્ટર પ્રો. પ્રશાંત કુમારએ જણાવ્યું હતું કે, વર્ષ 2021-22ના જનસંપર્ક અને વિજ્ઞાપનના ક્ષેત્રમાં પત્રકારિત્વના વિદ્યાર્થીઓને રોજગાર પુરી પાડવાના શુભઈરાદા સાથે એક વર્ષિય પીજી ડિપ્લોમા ઈન પબ્લિક રિલેશન એન્ડ એડવરટાઈઝીંગ અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પટકથા લખાણ, કેમેરા સંચાલન, એક્ટિંગ, નિર્દેશન, સંપાદનનું શિક્ષણ મેળવીને ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલા વિભિન્ન પક્ષોની જાણકારી પ્રાપ્ત કરીને ફિલ્મમાં પોતાનું કેરિયર બનાવી શકે છે.
(Photo - Amar Ujala)