Site icon Revoi.in

અમરનાથના યાત્રીઓને આગામી વર્ષથી મળશે ખાસ સુવિધા- શ્રીનગરમાં રોકાઈ શકશે યાત્રીઓ

Social Share

દિલ્હીઃ- અમરનાથ યાત્રીઓ માટે હવે સામા સમાચાર સામે આવી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે આગામી 2022ની અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેની પ્રથમ બેઠક લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 29 ડિસેમ્બરના રોજ જમ્મુમાં અમરનાથ જી શ્રાઈન બોર્ડના સભ્યો સાથે યોજી હતી. જેમાં સભ્યોએ એલજીને વિવિધ મુદ્દાઓથી વાકેફ કર્યા હતા. જમ્મુ અને રામબનમાં યાત્રી નિવાસની નવી ઇમારતો સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુસાફરોને હાઈટેક સુવિધા મળશે તેવું જણાવવામાં આવ્યું હતું.

આ બાબતે 29 નવેમ્બરના રોજ લેફ્ટનન્ટ ગવર્નરે જમ્મુમાં શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના તીર્થસ્થળનું ભૂમિપૂજન કર્યું હતું. શ્રી અમરનાથ જી યાત્રા સાથે સંકળાયેલી સંસ્થાઓએ દેશ અને વિદેશથી આવતા યાત્રિકોની લાંબા સમયથી પડતર માંગને પૂર્ણ કરવા માટે પગલાં લીધાં છે.

એલજીએ કહ્યું કે યાત્રી નિવાસ માત્ર એક ઇમારત ન હોવી જોઈએ પરંતુ કરુણા, આધ્યાત્મિકતા, સેવા, શાંતિ અને ખુશીનું મિશ્રિત પ્રતીક હોવું જોઈએ. અહીં પ્રાચીન તત્વજ્ઞાન, જીવન મૂલ્યોનો સંગમ હોવો જોઈએ, જેથી અહીં આવનાર યાત્રિકો વિચારવિહીન ચેતનાની સ્થિતિમાં જાગતી આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરી શકે. તેમણે કહ્યું કે જમ્મુ શહેર પ્રાચીન સમયથી ધર્મના માર્ગે ચાલી રહ્યું છે.

શ્રી અમરનાથ  યાત્રા, ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને, આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ લોકોએ સમર્પણ સાથે કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ધાર્મિક પ્રવાસન વધારવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સાથે જ હવે યાત્રીઓના રોકાવા માટેની પણ શ્રીનગરમાં વ્યવસ્થા કરવામાં આવશે,