અમરનાથ યાત્રા થઈ પૂર્ણ – આ વર્ષ દરમિયાન ખરાબ હવામાન વચ્ચે પણ કુલ 42 લાખથી વઘુ ભક્તોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન
શ્રીનગરઃ- શ્રીનગર સ્થિતિ અમરનાથ ઘાર્મિક સ્થાન દેશભરમાં લોકપ્રિય છે,અહી બાબા બર્ફાનીના દર્શન કરવા દેશભરમાંથી દરવર્ષે લાખો ભક્તો આવતા હોય છએ ત્યારે વર્ષ 2023 દરમિયાનની યાત્રાનો વિતેલા દિવસ એટલે કે 31 ઓગસ્ટ છેલ્લો દિવસ હોય અને આજરોજ આ યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે જો કે આ વર્ષ દરમિયાન સતત હવામાન ખરાબ હતું છત્તા શ્રદ્ઘાળુઓની શ્રદ્ધા ઓછી થઈ ન હતી.
યાત્રા પૂર્ણ થયા બાદ હવે અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યો આ 45 કિલોમીટર લાંબા રૂટની સફાઈ કરાવશે. જેમાં સ્થાનિક લોકોની મદદ પણ લેવામાં આવશે. ગુફા સુધી પહોંચવાના બે રસ્તા છે. પહેલગામ થઈને ગુફા સુધી પહોંચવામાં બેથી ત્રણ દિવસ લાગે છે. આ 45 કિલોમીટર લાંબો રસ્તો છે. બીજી તરફ બાલતાલમાંથી પસાર થઈને બાબા બર્ફાનીની ગુફા સુધી માત્ર એક જ દિવસમાં પહોંચી શકાય છે
જાણકારી અનુસાત શ્રી અમરનાથ યાત્રા ગુરુવારે છડી મુબારકના કાર્યક્રમ સાથે સમાપ્ત થઈ. બે મહિનાની લાંબી યાત્રા બાદ હવે ભક્તો માટે દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. આવતા વર્ષે ફરી અમરનાથ ગુફાને દર્શન કરવા ઇચ્છતા ભક્તો માટે ખોલવામાં આવશે.
પવિત્ર છડી મુબારકની વિધિ અમરનાથ યાત્રાના અંતને દર્શાવે છે. યાત્રાના છેલ્લા દિવસે તેમની પવિત્ર લાકડી અમરનાથ ગુફામાં બિરાજમાન ભગવાન શિવને સોંપવામાં આવી હતી. આ વર્ષે કુલ ચાર લાખ 42 હજાર ભક્તો બાબાના દર્શન કરવા પહોંચ્યા હતા.
આ સહીત ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ 80 હજાર લોકોએ વધુ દર્શન કર્યા હતા. આ વર્ષે અમરનાથ યાત્રા કુલ 62 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. 1 જુલાઈના રોજ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રથમ બેચ દર્શન માટે રવાના થઈ હતી.ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન ભક્તોને અનેક પ્રકારની સુવિઘાઓ આપવામાં આવી હતી તો બીજી તરફ સુરક્ષાનું પણ ખાસ ઘ્યાન રાખવામાં આવ્યું હતું.