શ્રીનગર – 1લી જુલાઈના રોજથી અનમરનાથ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે પ્રથમ દિવસે હજારો ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હતા ત્યાર બાદ કુલ 2 ટૂકડીઓ રવાના કરાઈ હતી ત્યારે આજરોજ સોમવારે બાબા બર્ફાનીના દર્શન માટે યાત્રાળુંઓની ચોથી ટીમને રવાના કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોદ સવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રામાં જોડાવા માટે 4 હજાર 758 શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ 223 વાહનોમાં રવાના થયો હતો. જમ્મુ બેઝ કેમ્પથી 1 હજાર 728 મુસાફરો 96 વાહનોમાં બાલટાલ અને 127 વાહનોમાં 3 હજાર 30 મુસાફરો પહેલગામ જવા રવાના થયા હતા.
આ સહીત આજદીન સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 62 દિવસની રાખવામાં આવી છે. આ વર્ષે આ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈ છે અને 31મી ઓગસ્ટ સુધી ચાલશે દેશભરમાંથી હજારો શિવ ભક્તો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને હાલ પણ નોંધણીની પ્રકિયા શરુ જ છે.