Site icon Revoi.in

આજથી અમરનાથ યાત્રાનો થયો આરંભ,સમગ્ર વિસ્તાર ભોલેના નાદથી ગુંજ્યો – અંદાજે 10 હજારયાત્રીઓ દર્શન માટે પહોચ્યા

Social Share

 

શ્રીનગર – આજે 30 જૂનના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થી ચૂક્યો છે,વિતેલા દિવસે પ્રથમ જૂથને લેફ્ટનર સિન્હાએ લીલી ઢંજી બતાવી રવાના કર્યા હતા ત્યારે આજરોજ વિધિવત રીતે પ્રથમ સમૂહ બાબા બર્ફાનીની ગુફાએ દર્શનમાટે આવી પહોચ્યો છે.

જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી બુધવારે સવારે 4.45 કલાકે કડક સુરક્ષા વચ્ચે યાત્રા શરૂ થઈ હતી. યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોની એક પેટ્રોલિંગ પાર્ટીએ સમગ્ર જમ્મુ-શ્રીનગર હાઈવે પર આખી રાત પેટ્રોલિંગ કર્યું હતું. રોડ ઓપનીંગ પાર્ટી અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પ્રવાસ રૂટની તપાસ અને સુરક્ષા મંજુરી આપ્યા બાદ મુસાફરોનો કાફલો આગળ વધ્યો હતો.

નુનવાસ બેઝ કેમ્પમાં આખી રાત હર્ષોલ્લાસ ચાલુ રહ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ભજન-કીર્તન ચાલુ રાખ્યું. સમગ્ર વિસ્તારમાં વાતાવરણ શિવમય બની ગયું છે,કોરોના મહામારીના બે વર્ષ બાદ શરૂ થયેલી અમરનાથ યાત્રા માટે જમ્મુથી કાશ્મીર સુધી બાબા બર્ફાનીના જયઘોષ ગુંજી રહ્યા છે. જો સુરક્ષાની વાત કરીએ તો અહીં કજક સુરક્ષા ગોઠવાઈ છે.

બાબા બર્ફાની જતા  સુધીના સમગ્ર વિસ્તાર, જંગલ વિસ્તારથી લઈને ઘરોની છત સુધી સુરક્ષા કર્મચારીઓની તૈનાત છે. પહેલગામ અને બાલટાલ બેઝ કેમ્પ જઈ રહેલા અમરનાથ યાત્રીઓના જથ્થાનું રસ્તામાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજથી  શરુ થતી આ યાત્રામાં અંદાજે 10 હજાર શ્રદ્ધાળુઓ પહેલગામ બેઝ કેમ્પ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આ  અમરનાથની યાત્રા 43 દિવસ સુધી ચાલશે. આજથી શરૂ થયેલી યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થનાર છે આ સામયગાળા દરમિયાન અંદાજે  10 લાખની અંદર લોકો દર્શન કરવા આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.