- કેરળ સ્ટોરીનું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન
- ફિલ્મે 35 કરોડનો આંકડો વટાવ્યો
મુંબઈઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હવે આ ફિલ્મ બોક્, ઓફીસ પર શાનદાર કમાણી કરી રહી છએ ઘણા વિવાદોમાં હોવા છત્તાં ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્ડ્સ મળી રહ્યો છે જેને લઈને ાત્રે પહેલા જ વિકમાં આ ફિલ્મે 30 કરોડથી વધુની કમાણી પાર કરી છે.
ઘણા વિવાદોનો સામનો કર્યા બાદ બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ બધાની એક્ટિંગને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ જ કારણ છે કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’એ તેના પહેલા વીકએન્ડ પર જ સારી કમાણી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ ત્રીજા દિવસે અપેક્ષા કરતા વધુ કમાણી કરી છે.
ફિલ્મના ત્રીજા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ‘ધ કેરળ સ્ટોરી’ એ તેના ત્રીજા દિવસે એટલે કે રવિવારે લગભગ 16.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અદા શર્મા સ્ટારર ધ કેરલા સ્ટોરીએ પહેલા દિવસે 8.03 કરોડની કમાણી કરી હતી. જ્યારે શરૂઆતના આંકડાઓ અનુસાર ફિલ્મે બીજા દિવસે 12.50 કરોડની કમાણી કરી લીધી છે. બીજી તરફ ત્રણેય દિવસના આંકડાઓને એકસાથે લઈએ તો ફિલ્મે તેના પહેલા વીકએન્ડમાં 35.75 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
જો કે હવે થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ, ‘ધ કેરલા સ્ટોરી’ OTT પર પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેને ઘણા વિવાદોમાંથી પસાર થવું પડ્યું હતું. આમ છતાં આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિનેમાઘરોમાં આ ફિલ્મના શો હાઉસફુલ થઈ રહ્યા છે. હવે આ જોઈને મેકર્સે તેને OTT પર પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે , ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતાઓએ રિલીઝ દરમિયાન સ્ટ્રીમિંગ પાર્ટનરની જાહેરાત કરી ન હતી, પરંતુ હવે તેઓએ એક ડીલ ફાઈનલ કરી છે. ‘ધ કેરળ સ્ટોરી’ના સ્ટ્રીમિંગ અધિકારો ઝી નેટવર્ક દ્વારા ખરીદવામાં આવ્યા છે. એટલું જ નહીં, નિર્માતાઓએ સ્ટ્રીમિંગ પ્રીમિયર માટે 7 જુલાઈની તારીખ પણ નક્કી કરી છે. જો કે સત્તાવાર રીતે તેની જાહેરાત કરાઈ નથી.