એમેઝોનના સીઈઓ પદ પરથી જેફ બેજોસ આવતી કાલે આપશે રાજીનામુઃ નવા કરિયરની કરશે શરુઆત
- એમેઝોનના સીઈઓ જેફ બેજોસ આપશે રાજીનામુ
- તેમના અન્ય કાર્ય પર હવે આપશે પુરતુ ધ્યાન
- નવા કરિયરની કરશે શરુઆત
દિલ્હીઃ- જેફ બેજોસ વિશ્વનું એક મોટૂં જાણીતું નામ છે, સૌ કોઈ આ નામથી વાકેફ છે,તેઓ એમેઝોનના સીઈઓ પદ પરથી હવે આવતી કાલે રાજીનામુ આપવા જઈ રહ્યા છે, એમેઝોનને એક સામાન્ય ઓનલાઇન બુકસેલરથી વિશ્વની સૌથી શક્તિશાળી ઈ-કોમર્સ કંપનીમાં સ્થઆપિત કરશે. જેફ બેઝોસે આવતીકાલે રાજીનામું આપ્યા બાદ એન્ડી જેસી એમેઝોનના નવા સીઈઓનં પદ ગ્રહણ કરશે.
જેફ બેજોસ સીઈઓનું પદ છોડ્યા બાદ તે એમેઝોનના કાર્યકારી અધ્યક્ષ બન્યા રહેશે. જેફ બેજોસ તેમની નવી કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા છે. તેઓ હવે તેમના અન્ય પ્રોજેક્ટ્સ માટે વધુ સમય આપશે. જેમાં તેમની સ્પેસ એક્સ્પ્લોરેશન કંપની બ્લુ ઓરિજિન મુખ્ય સ્થાને જોવા મળે છે. આ સાથે, તેઓ તેમના પરોપકારી લક્ષ્યો અને અન્ય પ્રયત્નો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
“બેજોસ બુકિંગ સેલ્સ, રિટેલ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને હોમ ડિલિવરીમાં બદલાવના નેતા રહ્યા છે,” ડ્યુરેલ વેસ્ટ, બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનના સેન્ટર ફોર ટેકનોલોજી ઇનોવેશનના સિનિયર ફેલોએ આ બાબત જણાવી હતી. તેમણે કહ્યું, “તે એક એવા અગ્રણી છે જે લોકોની જરૂરિયાતોને ખૂબ સારી રીતે સમજી, જેમ કે ઓનલાઇન સ્ટોરની મુલાકાત લેવી, કોઈ વસ્તુનો ઓર્ડર આપવો, અને બીજા જ દિવસે તમને તેમની વસ્તુ તેમનના દરવાજા પર મળે. ઈકોમર્સ કંપનીને ઉચ્ચ ,સિદ્ધીઓ પ્રાપ્ત કરાવવા માટે બેજોસની મહત્વની ભૂમિકા રહી છે. “