નવી દિલ્હી: ઈ-કોમર્સ કંપની અમે ઝોને પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર હિંદુ દેવી-દેવતાઓવાળા ઉત્પાદન વેચવાને લઈને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યા છે. રોયટર્સે કહ્યું છે કે હિંદુ દેવી-દેવતાઓની તસવીરોવાળા ટોઈલેટ સીટ કવર, યોગા મેટ, કપડાના જૂતા, ચટાઈ અને અન્ય ઉત્પાદનો અમેઝોનની ઓનલાઈન યાદીમાં દેખાઈ રહ્યા હતા.
અહેવાલ છે કે લોકોની વચ્ચે આ જાણકારી પહોંચતા જ ટ્વિટર પર હજારો પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ચુકી છે. પીટીઆઈએ કહ્યું છે કે આ સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેઝોનની વિરુદ્ધ 24 હજારથી વધારે ટ્વિટ કરવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી પ્રમાણે, બોયકોટ અમેઝોન ટ્વિટર પર સૌથી વધારે ટ્રેન્ડ કરી રહ્યું હતું. તો કેટલાક ટ્વિટ્સમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને પણ ટેગ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ સંપર્ક કરવા પર અમેઝોનના પ્રવક્તાએ કહ્યુ હતુ કે તેમના તમામ વિક્રેતાઓએ કંપનીના દિશાનિર્દેશનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યુ છે કે જે વિક્રેતા આમ કરતા નથી, તેમણે કાર્યવાહીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
અહેવાલો છે કે આવા વિક્રેતાઓને અમેઝોનના પ્લેટફોર્મ પરથી હટાવી પણ શકાય છે. પ્રવક્તાએ એમ પણ જણાવ્યુ છે કે જે ઉત્પાદનોને લઈને સવાલ ઉઠાવાય રહ્યા છે, તેને તેમના ઓનલાઈન સ્ટોર પરથી હટાવાય રહ્યા છે.