એમેઝોને 600 જેટલી ચાઈનાની બ્રાંડને કરી બેન- સારા રિવ્યૂ માટે ગ્રાહકોને લોભામણી ઓફર આપવાનો આરોપ
- એમેઝોને ચાઈનાની બ્રાંડ કરી બેન
- 600 જેટલી બ્રાંજને બેન કરી
- ગ્રાહકોને આપતી હતી લોભામણી જાહેરાત
દિલ્હીઃ- ચાઈના કંપની અનેક બાબતને લઈને હંમેશા વિવાદમાં રહેતી હોય છે ત્યારે હને હવે એમેઝોને પોતાના સ્ટોર્સ પર 600 ચાઇનીઝ બ્રાન્ડ્સ દ્વારા સમર્થિત લગભગ 3 હજાર જેટલી ઓનલાઇન વેપારી ખાતાઓને બ્લોક કરી દીધા છે. આ પ્રતિબંધ ગ્રાહકોની સમીક્ષાના દુરુપયોગ પર કંપનીની કાર્યવાહીનાએક ભાગ તરીકે લગાવાયો છે.આ સાથે જ એમેઝોને કહ્યું કે, અમે દુરુપયોગની તપાસમાં સુધારો કરવાનું ચાલુ રાખીશું અને ઇરાદાપૂર્વક નીતિના ઉલ્લંઘન સહિત ખોટા કામ કરનારાઓ સામે અમલીકરણ કાર્યવાહી કરીશું
આ સમગ્ર મામલાને લઈને સૌપ્રથમ ધ વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો હતો. પ્રકાશનએ કેટલીક કંપનીઓ તરફ ધ્યાન ખાસ દોર્યું જે ગ્રાહકોને સ્ટોર પર હકારાત્મક રિવ્યૂના બદલામાં ભેટ કાર્ડ પ્રદાન કરે છે.
આ મામલે ધ વર્જે તપાસ કરી અને જાણવા મળ્યું કે આમાંની કેટલીક ઓફર વીઆઇપી ટેસ્ટ પ્રોગ્રામ્સ અથવા વિસ્તૃત પ્રોડક્ટ વોરંટીના રૂપમાં પણ આવરી લેવામાં આવી હતી. અન્ય કંપનીઓએ તે લોકોને પ્રોત્સાહન પેકેજો ઓફર કરી કે જેઓએ ખરાબ રિવ્યૂ પોસ્ટ કર્યા છે તેઓ ને એક મફત ઉત્પાદન અથવા સંપૂર્ણ રિફંડ ઓફર કરે છે જો તેઓ નકારાત્મક સમીક્ષા દૂર કરે તો તેના બદલે તેઓ આવી લાલચ આપે છે.
એશિયા ગ્લોબલ સેલિંગના એમેઝોનના વાઇસ પ્રેસિડન્ટ સિન્ડી તાઇએ ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી ચીન અથવા અન્ય કોઇ દેશને નિશાન બનાવવા માટે કરાઈ નથી. તેણે એમ પણ કહ્યું કે આ પગલાથી પ્લેટફોર્મ પર ચાઇનીઝ બ્રાન્ડના વિકાસને કોઈ પ્રકારની અસર થઇ નથી.
ધ વર્જ સાથે શેર કરાયેલા એક નિવેદનમાં, એમેઝોને કહ્યું, ગ્રાહકો ખરીદીના નિર્ણયો લેવા માટે પ્રોડક્ટ રિવ્યૂની ચોકસાઈ અને અધિકૃતતા પર આધાર રાખે છે અને અમારી સમુદાય સુવિધાઓનો દુરુપયોગ કરનારા સમીક્ષકો અને વેચાણ ભાગીદારો બંને માટે અમારી પાસે સ્પષ્ટ નીતિઓ છે. અમે આ નીતિઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરીએ છીએ, તે પછી વિશ્વની કોઈ પણ બ્રાંડ કે ગમે તે હોય.