Site icon Revoi.in

Amazon Prime: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લોન્ચ કરી સ્વરાજની પહેલી સિઝન, વિકસિત ભારત પર મૂક્યો ભાર

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે દિલ્હીમાં ઓટીટી પ્લેટફોર્મ અમેઝન પ્રાઈમ પર સ્વરાજની પહેલી સિઝન લોન્ચ કરી. અનુરાગ ઠાકુરે તેને અગણિત ગુમના નાયકો અને તેમના અદમ્ય સાહસની કહાની ગણાવી. લોન્ચ પર તેમણે કહ્યુ છે કે આજનો દિવસ આપણા માટે ગર્વની ક્ષણ છે અને આપણી આઝાદીના આ તમામ ગુમનામ મહાનાયકોને સાચી શ્રદ્ધાંજલિ છે, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું.

તેમણે કહ્યુ છે કે આ ધારાવાહિક તેમની પાસેથી પ્રેરણા લઈને શરૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવ પર તેમણે કહ્યુ કે ઓગસ્ટ, 2022માં શરૂ થયેલું આ ધારાવાહિક ભારતના સ્વતંત્રતા સંગ્રામની વીરતાની તે કહાનીઓ છે, જેના સંદર્ભે ઘણાં ઓછા લોકો જાણે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યુ છે કે આ તે યુદ્ધ છે, જે ઈતિહાસના પૃષ્ઠોમાં ક્યાંક ખોવાઈ ગયું છે.

શ્રેણી સંદર્ભે વિસ્તારપૂર્વક જણાવતા અનુરાગ ઠાકુરે કહ્યુ છે કે 75 એપિસોડનું આ ધારાવાહિક આપણા દેશના તમામ ખૂણાઓમાંથી સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોને સામેલ કરે છે. ભૂતકાળમાં ભારતનો ઈતિહાસ વિદેશી આક્રમણકારીઓ અને શાસકો દ્વારા પોતાના રાજકીય, વૈચારીક અને આર્થિક હિતો પ્રમાણે લખાયો હતો. તેમણે કહ્યુ છે કે આનાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દર્શકોને દેશની ભાવના અને કોલોનીકાળના શાસકોથી આઝાદી પ્રાપ્ત કરવા માટે આપણા 500 વર્ષ લાંબા અથક સંઘર્ષને સમજવામાં મદદ મળશે.

ભારતના સમૃદ્ધ ઈતિહાસ પર ગર્વ કરવાના મહત્વ પર વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યુ છે કે જે લોકો પોતાના સમૃદ્ધ ઐતિહાસિક વારસા પર ગર્વ કરતા નથી, તે ક્યારેય પણ એક મહાન ભવિષ્ય બનાવી શકતા નથી. તેમણે કહ્યુ છે કે જો આપણા દેશ માટે એક મહાન ભવિષ્ય બનાવવા ઈચ્છીએ છીએ, તો આપણે પેઢીમાં પોતાના મહાન ઈતિહાસ બાબતે ગર્વ પેદા કરવો પડશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પુનરોચ્ચાર કર્યો છે કે અમૃત કાળના આગામી 25 વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં આપણે વિકસિત ભારતની દિશામાં વધુ ગતિથી આગળ વધીશું.

આ ધારાવાહિક બનાવવામાં પ્રસાર ભારતીની ભૂમિકા પર વિચાર કરતા અનુરાગ ઠાકુરે વિભિન્ન યાદગાર કાર્યક્રમોના માધ્યમથી વખતોવખત નાગરિકોની ભાવનાઓને યોગ્ય દિશામાં લાવવા અને પ્રસારીત કરવામાં દૂરદર્શન અને આકાશવાણી દ્વારા નિભાવાય રહેલી ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ સભાને એક નવા 52 એપિસોડના ધારાવાહિક સરદાર ધ ગેમ ચેન્જર સંદર્ભે જણાવ્યું, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીના ઉપલક્ષ્યમાં 10 માર્ચ, 20-24ને દૂરદર્શન દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અનુરાગ ઠાકુરે કહ્યુ છે કે પ્રાદેશિક ભારતીય સિનેમાએ ભૌગોલિક ક્ષેત્રોને પાર કરી લીધા છે અને સારા કન્ટેન્ટના આધાર પર વૈશ્વિક દર્શકો સુધી પહોંચી ગયા છીએ. તેમણે એમ એન્ડ ઈ ક્ષેત્રના હિતધારકો પાસેથી ભારતને વૈશ્વિક કન્ટેન્ટ હબ બનાવવાનો આગ્રહ કર્યો છે.